National

‘નબન્ના માર્ચ’ રોકવા કોલકાતા પોલીસનો વિદ્યાર્થી સંગઠનો પર લાઠીચાર્જ

કોલકાતા: કોલકાતાની (Kolkata) આર જી કર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટર સાથે બનેલા બનાવ બાદ આખા દેશમાં ઘટનાના વિરોધની લહેર પ્રસરી છે. ત્યારે આ મામલે લોકો બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના (Mamata Banerjee) રાજીનામાની (Resignation) પણ માંગ કરી રહ્યા છે. તેમજ આ જ માંગણી સાથે આજે મંગળવારે કોલકાતાના વિદ્યાર્થી સંગઠનોએ નબન્ના વિરોધ માર્ચનું આયોજન કર્યું હતું.

અસલમાં બંગાળના વિદ્યાર્થી સંગઠનો જેવા કે ‘પશ્ચિમ બંગા છાત્ર સમાજ’ અને ‘સંગ્રામી જુથા મંચ’એ આજે તા.27 ઓગષ્ટના રોજ મંગળવારે તેમની ‘નબન્ના વિરોધ અભિયાન’ રેલીનું આયોજન કર્યું હતું. જો કે પ્રશાસને આ કાર્યક્રમને ગેરકાયદેસર જાહેર કર્યો હતો, કારણ કે રાજ્ય સચિવાલય સુધી કાઢવામાં આવેલી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્ય મંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરવાનો હતો. આ સાથે જ રેલીમાં જોડાયેલા લોકોએ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડૉક્ટર પર કથિત બળાત્કાર અને હત્યામાં સામેલ લોકોની ધરપકડ કરવાની માંગ કરી હતી. પરંતુ આ પ્રદર્શન વધુ ઉગ્ર બનતા સ્થાનિક પ્રસાશને પ્રદર્શનકારીઓ ઉપર વળતા પ્રહારો કર્યા હતા.

પ્રદર્શનકારીઓએ પોલીસ બેરીકેટ્સ ખેંચીને હટાવ્યા
પશ્ચિમ બંગાળની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર-હત્યાના કેસનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડ્સ ખેંચીને હટાવી દીધા હતા અને ‘નબન્ના અભિયાન’ માર્ચને આગળ ધપાવી હતી. જો કે, પોલીસે આ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે તેમની ઉપર લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા
પશ્ચિમ બંગાળની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બળાત્કાર-હત્યા કેસ અને નબન્ના ઝુંબેશ કૂચને લઈને આંદોલન કરતી વખતે જ્યારે પ્રદર્શનકારીઓએ પોલીસ બેરીકેટ્સ ખેંચીને હટાવ્યા હતા ત્યારે પોલીસે તેમને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ ઉપરાંત પોલીસે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો.

ઘણા પ્રદર્શનકારીઓની ધરપકડ
અસલમાં કોલકાતામાં આજે થયેલી નબન્ના વિરોધ માર્ચ દરમિયાન સુરક્ષાના પગલા તરીકે, હાવડા બ્રિજ પરના બેરિકેડ્સને એકસાથે વેલ્ડિંગ કરવામાં આવ્યા હતા. તેમજ બેરીકેડ્સ ઉપર ગ્રીસીંગ પણ કરવામાં આવ્યું હતું આમ છતા વિરોધ પ્રદર્શન અટક્યું ન હતું. તેમજ પ્રદર્શનએ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું જેના કારણે પોલીસે હાવડા બ્રિજ પરથી કેટલાય પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.

Most Popular

To Top