Gujarat

માયા આહીરના પુત્રએ જેના પર હુમલો કર્યો તે કોળી આગેવાન કોંગ્રેસમાં જોડાયા

ગાંધીનગર: ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં થયેલા વિવાદ અને હુમલા કેસ વચ્ચે કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયાએ આજે 3જી એપ્રિલ 2026ના રોજ સત્તાવાર રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. બગદાણાના પૂર્વ સરપંચ અને સામાજિક કાર્યકર નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલા બાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી.

ખાસ કરીને ભાજપના ધારસભ્ય હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીએ તેમને ન્યાય અપાવવા માટે મદદ કરતા આ અટકળો વધુ મજબૂત બની હતી. જોકે, તમામ અટકળોને ખોટી સાબિત કરતાં નવનીતે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે. જેના પગલે રાજકારણ ગરમાર્યું છે. કોગ્રેસમાં જોડાયા બાદ નવનીત બાલધિયાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “ભાજપના ત્રાસને કારણે હું કોંગ્રેસમાં જોડાયો છું. આજે ન્યાય મેળવવા માટે લોકોને રસ્તા પર ઉતરવું પડે છે. સામાન્ય લોકો માટે ન્યાય મેળવવો મુશ્કેલ બની ગયો છે.” હાલ તેઓ ચૂંટણી લડવા ઈચ્છતા નથી, પરંતુ સમાજની ઇચ્છા રહેશે તો ભવિષ્યમાં નિર્ણય લેશે.

Most Popular

To Top