Sports

કોહલીનો ટ્વિટર પર 5 કરોડ ફોલોઅર્સ સાથે ‘વિરાટ’ રેકોર્ડ

નવી દિલ્હી: વિરાટ કોહલીના (Virat Kohli) ટ્વિટર (Twitter) ફોલોઅર્સનો આંકડો 5 કરોડને પાર થઇ ગયો છે અને તેની સાથે જ આ માઇક્રો બ્લોગિંગ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર કોહલી (Kohli) સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનારો ક્રિકેટર બન્યો છે તેના સિવાય કોઇ ક્રિકેટરના આટલા ફોલોઅર્સ નથી, તેણે આ મામલે સચિન તેંદુલકરને ઘણાં સમય પહેલા જ પાછળ છોડી દીધો હતો. સચિનના ટ્વિટર પર કુલ ફોલોઅર્સ 3.78 કરોડ છે. જો કે રમતજગતના તમામ ખેલાડીઓને ધ્યાને લેતા સૌથી વધુ ફોલોઅર્સ ધરાવવા મામલે તે ચોથા ક્રમે આવે છે.

  • ક્રિકેટર તરીકે વિશ્વમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવવાનો કોહલીનો રેકોર્ડ, ઓવરઓલ વિશ્વનો ચોથો સૌથી વધુ ફોલો થનાર ખેલાડી
  • ભારતમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટ્વિટર એકાઉન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પીએમઓ પછી કોહલી ત્રીજા સ્થાને

કોહલી ટ્વિટર પર વિશ્વનો ચોથો સૌથી વધુ ફોલો કરનાર ખેલાડી છે. આ યાદીમાં પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 10 કરોડથી વધુ ફોલોઅર્સ સાથે પહેલા સ્થાને છે. તેના પછી 5.79 કરોડ ફોલોઅર્સ સાથે નેમારનો નંબર આવે છે. નંબર આવે છે. ત્રીજા નંબર પર 5.22 કરોડ ફોલોઅર્સ સાથે બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સ છે અને તેના પછી વિરાટ કોહલી 5 કરોડથી વધુ ફોલોઅર્સ સાથે ચોથા ક્રમે છે. જો ભારતની વાત કરીએ તો ભારતમાં તે નરેન્દ્ર મોદી અને પીએમઓ પછી સૌથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. નરેન્દ્ર મોદીના 8.24 કરોડ જ્યારે પીએમઓના 5.05 કરોડ ફોલોઅર્સ છે.

ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબૂક મળીને કોહલીના કુલ 31 કરોડ ફોલોઅર્સ
વિરાટ કોહલીએ ટ્વિટર પર 5 કરોડ ફોલોઅર્સનો આંકડો વટાવ્યો તેની સાથે જ ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક મળીને સોશિયલ મીડિયા પર કોહલીના કુલ ફોલોઅર્સનો આંકડો 31 કરોડ પર પહોંચ્યો છે. જેમાં ઇન્સ્ટાગ્રામના 21.1 કરોડ અને ફેસબુકના 4.9 કરોડ ફોલોઅર્સ છે. કોહલીના આ વર્ષે જૂનમાં ઈન્સ્ટાગ્રામ પર 21 કરોડ ફોલોઅર્સ હતા. તે ઈન્સ્ટા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતો ક્રિકેટર પણ છે. કોહલી આ પ્લેટફોર્મ પર ત્રીજા નંબર પર છે. તેના કરતા વધુ, પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના 45.1 કરોડ ફોલોઅર્સ છે અને આર્જેન્ટિનાના સ્ટાર લિયોનેલ મેસીના 33.4 કરોડ ફોલોઅર્સ છે.

Most Popular

To Top