અયોધ્યા: રામનગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન સમગ્ર દેશના લોકો રામલલાની મૂર્તિના દર્શન કરવા માટે ઉત્સાહિત છે. ત્યારે રામલલાના ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મૂર્તિ વિશે માહિતી શેર કરી છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે શ્રી રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે તે શ્યામ રંગની હશે.
એક મૂર્તિ ગર્ભગૃહમાં અને બીજી બે અલગ અલગ જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે.
અગાઉ મૂર્તિની પ્રકૃતિ જાહેર કરવામાં આવી હતી. તેમજ રામચરિતમાનસ અને વાલ્મીકિ રામાયણમાં વર્ણવેલ રામજીના સ્વભાવ સંદર્ભે હતું. જેના આધારે રામ મંદિર ટ્રસ્ટે આ નિર્ણય લીધો હતો. કર્ણાટકના પથ્થરોમાંથી બનેલ ત્રણ મૂર્તિઓમાંથી એક મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. આ સાથે જ અન્ય બે મૂર્તિઓ મંદિરમાં બે અલગ અલગ જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે.
ચંપત રાયે વિસ્તૃત માહિતી આપી
રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ ચંપત રાયે કહ્યું, ‘મુર્તિમાં દેવત્વ છે એટલે કે ભગવાન વિષ્ણુનો અવતાર છે. શ્રીરામ રાજાના પુત્ર હોય માટે તેઓ રાજપુત્ર છે. તેમજ રાજપુત્ર હોવાની સાથે જ શ્રી રામ દેવત્વ છે. પરંતુ તેઓ 5 વર્ષના બાળસ્વરૂપ છે. તેમજ તેમના આ સ્વરૂપને દર્શાવતી પ્રતિમા તૈયાર છે. તમે વાંચ્યું જ હશે કે ત્રણ શિલ્પકારોએ ત્રણ અલગ-અલગ પથ્થરો પર મૂર્તિઓ બનાવી છે. જેમાંથી એક ભગવાનની પ્રેરણાથી સ્થાપના માટે સ્વીકારવામાં આવી છે. પરંતુ તમામ શિલ્પકારો દ્વારા તૈયાર કરાયેલી બધી મૂર્તિઓ અમારી સાથે રહેશે. બધાએ ખૂબ સમર્પણ સાથે કામ કર્યું છે. જેના કારણે દરેક શિલ્પીનું સન્માન કરવામાં આવશે.
ચંપત રાયે વધુમાં કહ્યું, ‘જો આપણે પગના અંગૂઠાથી ધ્યાનમાં લઈએ તો, આંખના ભવા અને લલાટ (કપાળ) સુધી આ પ્રતિમા ચાર ફૂટ 3 ઈંચ તેમજ લગભગ 51 ઈંચ ઊંચી છે. તેમાં ઉપર થોડો માથાનો ભઅગ, થોડો તાજ અને થોડી આભાનો સમાવેશ છે. આ સાથે જ 16મી જાન્યુઆરીથી પૂજા વિધી શરૂ થશે અને 18મીએ બપોર સુધીમાં ગરબા ગૃહમાં આસન પર મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. પ્રતિમાનું વજન અંદાજે દોઢ ટન છે. તે એક શ્યામ પથ્થરમાંથી તૈયાર કારાયેલ છે. ખાસ વાત એ છે કે જો પાણી કે દૂધથી સ્નાન કરવામાં આવે તો દૂધ-પાણી પર પથ્થરની કોઈ અસર થશે નહી. જો આ દૂધ-પાણીનું સેવન કરવામાં આવે તો તેની શરીર પર કોઈ આડઅસર થતી નથી.