SURAT

સુરત: ‘યે મોબાઇલ હમે દેદે’ કહી યુવાનને ચપ્પુના ઘા ઝીંકી મોબાઇલ લૂંટી લેવાયો

સુરત: ડિંડોલીમાં શાકભાજી (Vegitable) લેવા નીકળેલા યુવાનને ચપ્પુના (Knife) ઘા ઝીંકી મોબાઇલ (Mobile) લૂંટી લેવાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરામાં આવેલા બી.આર.સી. વિમલભાઇના ક્લાસિક મશીનના ખાતામાં રહેતો ૨૧ વર્ષીય દિલીપ મોહન વસાવા ડિંડોલીની માનસી રેસિડેન્સી પાસે શાકભાજી માર્કેટમાં શાકભાજી ખરીદવા આવ્યો હતો. જે પગપાળા જઇ રહ્યો હતો ત્યારે અચાનક ચાર ઇસમ તેની પાસે આવ્યા હતા અને તેમાંથી એક ઇસમે દિલીપને કહ્યું કે, ‘યે મોબાઇલ હમે દેદે’ કહી મોબાઇલ ખેંચવા લાગ્યા હતા. દિલીપે મોબાઇલ નહીં આપતાં ચારેયે દિલીપને ખભા તેમજ છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દઇ મોબાઇલ ઝૂંટવી લીધા બાદ ફરાર થઇ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા દિલીપને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ડિંડોલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વ્યારા: ચડ્ડી બનિયાનધારી તસ્કરો તરખાટથી લોકોની ઊંઘ હરામ થઈ
સુરત: વ્યારામાં ચડ્ડી બનિયાનધારી તસ્કરો (Thief) તરખાટથી લોકોની ઊંઘ હરામ થઈ છે. ત્યારે તોરણ રેસીડેન્સીના બંધ ઘરમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોને ભગવાનની પણ કોઇ બીક ન હોય તેમ ઘરના મંદિરમાંથી ચાંદીની ભગવાનની મૂર્તિઓ પણ ચોરવાનું બાકી રાખ્યું નથી. આ તસ્કરો બંધ ઘરનું તાળું તોડી મૂર્તિઓની સાથે સાથે રોકડા (Cash) રૂ.૧.૫૦ લાખ સાથે આશરે ૨ લાખના સોના-ચાંદીના દાગીનાની તસ્કરી કરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ વ્યારા તોરણ રેસિડેન્સીમાં રહેતા મોહન મગન પટેલના બંધ ઘરમાં ગત રવિવારે તા.૪/૯/૨૦૨૨ના રોજ મધ્ય રાત્રિએ તસ્કરો ત્રાટક્યા હતા. શરૂઆતમાં આગળનો દરવાજો તોડી આ તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા. તિજોરી તોડી તેનો સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો, જેમાં મૂકેલી રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીનાની તસ્કરી કરી હતી. મોહનભાઇનાં પત્ની ગત તા.૯/૮/૨૦૨૨થી બીમાર રહેતા હોય તેમની સ્થાનિક કક્ષાએ સારવાર અપાવ્યા બાદ સુરત ખાનગી હોસ્પિટલમાં ૪ દિવસ દાખલ કરી હતી. ત્યાર બાદ નર્સિંગ હોસ્પિટલ બારડોલીમાં ૯ દિવસ સુધી દાખલ કરી હતી. આમ હોસ્પિટલની દોડધામમાં જ રહ્યા હતા. ૩૧મીએ રજા આપતાં ૨ દિવસ પોતાની દીકરીને ત્યાં રોકાયા હતા, સાંજે ઘરે આવ્યા તો ચોરીની આ ઘટના જોઇ તેઓને ભારે આઘાત લાગ્યો હતો. બીમાર પત્નીની સારવાર પાછળ હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચાયા બાદ જ્યારે ઘરે આવી જોયું તો બાકી રહેલી રોકડ રકમ તેમજ પત્નીના દાગીના સાથે ભગવાનની મૂર્તિઓ પણ ચોરાઇ ગઈ હતી. આથી તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા હતા.

Most Popular

To Top