Gujarat

International Kite Festival 2024: દાદાએ ચગાવ્યો રામનામનો પતંગ, જય શ્રીરામના નારાથી ગુંજ્યુ રિવરફ્રંટ

અમદાવાદ: આજથી ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો (International Kite Festival 2024) થયો છે. જેનો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) ખાતે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel) હસ્તે શુભારંભ થયો છે. આ ફેસ્ટીવલની શરૂઆતમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીરામ મંદિરની પ્રતિકૃતિ વાળો પતંગ (Kite) ચગાવ્યો હતો. દરમિયાન આખું રિવરફ્રન્ટ જય શ્રીરામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ ફેસ્ટીવલ 7 જાન્યુઆરી એટલે કે આજથી 14 જાન્યુઆરી સુધી ચાલશે.

પ્રાપ્ત માહિતી મુજબ આ કાઇટ ફેસ્ટીવલમાં 55 દેશના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો ભાગ લેશે. તેમજ 12 રાજ્યના 68 રાષ્ટ્રીય પતંગબાજોએ ભાગ લીધો છે. આ સાથે જ ગુજરાતના 23 શહરેના 856 પતંગબાજે પણ ભાગ લીધો છે. તેમજ આ પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ ઊભુ કરશે. જણાવી દઇયે કે અમદાવાદ સાથે રાજકોટ, સુરત, વડોદરા અને વડનગરમાં પણ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત 865 પતંગબાજો ગુજરાતમાં અલગ-અલગ શહેરોમાંથી ભઅગ લેશે. જેમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, આણંદ, ભાવનગર, ભૂજ, જામનગર, કલોલ, મેંદરડા, માંડવી, મુન્દ્રા, નવસારી, પાટણ, રાણપુર, સાવરકુંડલા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, થાનગઢ, ભરૂચના સ્પર્ધકો ભાગ લેશે.

ગુજરાતમાં 8 જાન્યુઆરીએ વડોદરા, 9 જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા, 10 જાન્યુઆરીએ સુરત અને રાજકોટ, 11 જાન્યુઆરીએ ધોરડો અને વડનગર, 12 જાન્યુઆરીએ નડાબેટ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.

Most Popular

To Top