કિસ ડે 2021: વેલેન્ટાઇન વીક (VALENTINE WEEK) માં 13 FEB ના રોજ કિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે, યુગલો સંબંધોમાં તેમની લાગણીઓને વ્યક્ત કરવા માટે એકબીજાને ચુંબન કરે છે. તે સ્નેહ, વિશ્વાસ અને પ્રેમની ઊંડાઈને વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. દરેક પ્રકારના ચુંબનની પોતાની અલગ અલગ લાગણી અને વિશેષતા હોય છે, જેને દરેક પ્રેમી પંખીડાએ સમજવું જરૂરી થઇ પડે છે.
1. ગાલ પર ચુંબન કરવાનો અર્થ શું છે – ગાલ પર ચુંબન (SMOOCH) કરવાથી સ્નેહ દેખાય છે. તે સહકાર અને સંપૂર્ણતા દર્શાવે છે. આ સિવાય તે પણ એક આકર્ષણનું પ્રતીક છે. જેના માધ્યમથી પાર્ટનર પોતાના વ્યક્તિ પ્રત્યેની આકર્ષણની લાગણી પણ દર્શાવે છે.
2. હોઠ પર ચુંબન કરવાનો અર્થ શું છે – તે ઉત્કટ બતાવે છે. પ્રેમ વ્યક્ત કરવાની આ એક સરસ આગવી રીત છે. આના માધ્યમથી જ પ્રેમી પંખીડા પોતાના પાર્ટનરને પોતાના પ્રેમનો ઊંડો અહેસાસ (FEELING OF LOVE) કરાવે છે. આ ચુંબનનો પ્રથમ અહેસાસ અને પોતાના પ્રિય પાત્ર માટે જાહેર કરવું પણ એક મીઠી મૂંઝવણ હોય છે.
3. કોલરબોન ચુંબન કરવાનો અર્થ શું છે- કોલરબોન (COLLARBONE) એટલે કે ગળા પર ચુંબન કરવું આત્મીયતા સૂચવે છે. પોતાની શારીરિક ઈચ્છા અને આકર્ષણ દર્શાવવાનો આ એક સારો માર્ગ છે.
4. કાન પર ચુંબન કરવાનો અર્થ શું છે – જાતીય ધ્યાન વ્યક્ત કરવા માટે કાન પર ચુંબન (EAR KISS) કરવું. જો કે, તેની અસર સંપૂર્ણપણે કિસર્સના હેતુ પર આધારિત છે. કે આના માધ્યમથી તે શું દર્શાવા માંગે છે, જેમાં પ્રેમ, લાગણી અને જુનૂનનો મિશ્ર પ્રતિસાદ મળે છે.
5. હાથ પર ચુંબન કરવાનો અર્થ શું છે – કોઈની તરફ તમારી પસંદગી દર્શાવવા માટે, તમે હાથ પર ચુંબન (HAND KISS) કરી શકો છો. આ સિવાય તે આસ્થાનું પ્રતિક પણ છે. પ્રેમીઓ માટે પ્રથમ તબક્કામાં આ પગથિયું આવતું હોય છે.
6. કપાળ પર ચુંબન કરવાનો અર્થ શું છે – (FOREHEAD KISS) ભાગીદાર સાથેની પોતાની લાંબા ગાળાની સગાઈની ઈચ્છા દર્શાવે છે. અને સામાન્યતઃ લોકો તેને ભાવનાત્મક ક્ષણ પર કરવાનું પસંદ કરે છે.
7. ફ્લાઇંગ કિસ કરવાનો અર્થ શું છે – ફ્લાઇંગ કિસ (FLYING KISS) ઘણી વાર ગુડબાય અથવા ગુડ લક કહેવાના હેતુ માટે કરવામાં આવે છે. કોઈપણ સંબંધને મજબૂત બનાવવામાં ફ્લાઇંગ કિસ ખૂબ અસરકારક છે.