IPL 2026ની શરૂઆતની પૂર્વસંધ્યાએ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં વિરાટ કોહલીના IPL કારકિર્દીના ઐતિહાસિક રેકોર્ડ્સનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ પોસ્ટે ફરી એકવાર કોહલીના ક્રિકેટ વર્ચસ્વને માન્યતા આપી છે. ગિનિસ દ્વારા શેર કરાયેલા આંકડા અનુસાર, વિરાટ કોહલી IPL ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, તેણે અત્યાર સુધીમાં 8661 રન બનાવ્યા છે. આ ઉપરાંત, 2016ની સીઝનમાં, તેણે 973 રન બનાવીને એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
કોહલી માત્ર રન મશીન જ નહીં, પરંતુ સતત પ્રદર્શન માટે પણ જાણીતા છે. તેમણે IPLમાં અત્યાર સુધીમાં 8 સદી ફટકારી છે, જે તેમને લીગના સૌથી વધુ સદી બનાવનાર ખેલાડીઓમાં શામેલ કરે છે. સાથે જ, 63 અડધી સદી સાથે તેઓ સૌથી વધુ ફિફ્ટી બનાવનાર ખેલાડીઓમાં પણ આગળ છે. ફિલ્ડિંગમાં પણ કોહલીનો દબદબો જોવા મળે છે. તેમણે IPLમાં અત્યાર સુધીમાં 117 કેચ લઈને એક મહત્વપૂર્ણ રેકોર્ડ સ્થાપ્યો છે. IPL 2026 પહેલા કોહલીની તૈયારીઓ પણ ચર્ચામાં છે. પ્રેક્ટિસ મેચોમાં તેમણે શાનદાર ફોર્મ બતાવી છે, એક મેચમાં 12 બોલમાં 29 રન અને બીજીમાં 19 બોલમાં 45 રન બનાવી તેઓ સીઝન માટે સંપૂર્ણ તૈયાર હોવાનું દર્શાવ્યું છે. આ તમામ આંકડાઓ દર્શાવે છે કે વિરાટ કોહલી માત્ર રન બનાવવામાં જ નહીં, પરંતુ સમગ્ર રમતમાં પોતાની છાપ છોડી રહ્યા છે. IPL 2026માં પણ તેમના પ્રદર્શન પર સૌની નજર રહેશે.
વિરાટ કોહલીના મહાન રેકોર્ડ્સ પહેલો રેકોર્ડ:
- પહેલો રેકોર્ડ: વિરાટ કોહલી IPL ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, તેણે અત્યાર સુધીમાં 8661 રન બનાવ્યા છે.
- બીજો રેકોર્ડ: વિરાટ કોહલીએ એક જ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. 2016 ની IPL માં, વિરાટ કોહલીએ 973 રન બનાવ્યા હતા.
- ત્રીજો રેકોર્ડ: વિરાટ કોહલી IPL ઇતિહાસમાં સૌથી વધુ સદીઓનો રેકોર્ડ પણ ધરાવે છે. તેણે અત્યાર સુધીમાં આઠ સદી ફટકારી છે.
- ચોથો રેકોર્ડ: વિરાટ કોહલીએ IPL ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે, IPLમાં કોહલીની કુલ 63 અડધી સદી છે.
- પાંચમો રેકોર્ડ: વિરાટ કોહલીએ મેદાન પર સૌથી વધુ કેચ (117) પકડ્યા છે.