એપી: ઉત્તર કોરિયા (Northern Korea)માં પણ કોરોના (corona) મહામારી (Epidemic) ફાટી નીકળેલી જણાય છે અને તે એવી કે એનાથી પહોંચી ન વળાય એવી. અત્યાર સુધી ઉત્તર કોરિયા દેશમાં કોરોના ન હોવાનું રટણ કરતું આવ્યું છે પણ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ (Kim jong)ના નિવેદન પછી કોરોનાના રોગચાળો ફાટ્યાનું લાગે છે. કિમે સ્પષ્ટ શબ્દોમાં તો એવું નથી કીધું કે દેશમાં કોરોના સંકટ છે પરંતુ કહ્યું કે મોટુ સંકટ સર્જાયું છે.
ઉત્તર કોરિયાની સરકારી ન્યુઝ એજન્સીએ કિમનું નિવેદન જાહેર કર્યું છે. તેમાં કિમે કહ્યું કે દેશમાં લાંબા સમયથી ચાલી રહેલા પ્રતિબંધોના સિલસિલામાં અધિકારીઓએ મહત્ત્વના નિર્ણયને લાગુ કરવામાં બેદરકારી રાખી છે. તેનાથી દેશ અને જનતાની સુરક્ષા નિશ્ચિત કરવામાં મોટુ સંકટ સર્જાયું છે. કિમના નિવેદનમાં કોઈ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ સિવાય જણાવવામાં આવ્યું નથી કે સંકટ કેવા પ્રકારનું છે.
કિમે કહ્યું કે અધિકારીઓની સતત બેદરકારી અને કાબિલિયતમાં અછતના કારણે સંકટ સર્જાયું છે. તેના કારણે અમારા વિકાસ અને ક્રાંતિકારી કામોને મોટુ નુકસાન થયું છે અને તેમાં અડચણ આવ્યું છે. જોકે અમેરિકા અને જાપાને કહ્યું કે ઉત્તર કોરિયાએ ક્વોરેન્ટાઈન માટે ખૂબ જ સખ્ત કદમ ઉઠાવ્યા છે. તેના કારણે ઈકોનોમિ પર સંકટ સર્જાયું છે. તેમણે પોતાના સૌથી મોટા ટ્રેડ પાર્ટનર ચીનની સાથે પણ બોર્ડર બંધ કરી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાના કારણે સંસાધનોની અછત વાળા ઉતર કોરિયા સમક્ષ સંકટ સર્જયું છે. તેની સીમિત સ્વાસ્થ્ય સેવાઓ કોરોનાની એક લહેરથી ઢીલ પડી શકે છે.
સાઉથ કોરિયામાં યુનિફિકેશન સ્ટ્રેટેજી સ્ટડી પ્રોગ્રામના ડાયરેક્ટર ચિઓંગ-સિઓંગ ચેંગે કહ્યું કે ઉત્તર કોરિયાની સરકારી એજન્સીના રિપોર્ટના આધારે કઈક કહેવું તે ઉતાવળ્યું ગણાશે. જોકે અહીં ટેસ્ટિંગ કિટ અને સ્વાસ્થ્ય સુવિધાઓની અછત છે, તેના પગલે તેની પર મહામારીનું જોખમ છે. આ કારણે ઉતર કોરિયા સંક્રમણને મોટા ખતરા તરીકે જોઈ રહ્યું છે, કારણ કે કિમના શાસનમાં ત્યાંની ઈકોનોમિ આમ પણ બગડી ચુકી છે.
વેક્સિન અલાયન્સ સંસ્થા ગાવીએ કહ્યું કે અત્યાર સુધી ઉત્તર કોરિયાએ કોરોનાવાઈરસની વેક્સિન મંગાવી નથી.