Entertainment

કિયારા અડવાણીએ કર્યું ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ડેબ્યુ, એશ્વર્યા રાય અને ઉર્વશી રૌતેલા પણ ઝળકી

ફ્રાન્સ: ફ્રાન્સનો ખુબ જ પ્રખ્યાત ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ 2024 (Cannes Film Festival) શરૂ થઇ ગયો છે. જેમાં ભારતની ધણી સેલેબ્રિટી રેડ કાર્પેટ ઉપર જોવા મળી રહી છે. તેમજ બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ (Kiara Advani) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. 2024 ના કાન ફેસ્ટિવલમાં કિયારાએ ડેબ્યૂ કર્યું હતું. કિયારા સાથે આ ફેસ્ટિવલમાં એશ્વર્યા રાય અને ઉર્વશી રૌતેલા પણ ખુબ ઝળકી હતી.

ફ્રાન્સના કાન શહેરમાં 14 થી 25 મે દરમિયાન 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ફેસ્ટિવલમાં Palme d’Or કેટેગરીમાં ઇન્ડિયન ફિલ્મ મેકર પાયલ કાપડિયાની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ દેખાડવામાં આવશે. આ કેટેગરીમાં 30 વર્ષ બાદ ભારતની કોઈ ફિલ્મને નોમિનેટ કરવામાં આવી છે.કેટેગરીને ‘ગોલ્ડન પામ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કિયારાએ કર્યું ડેબ્યુ
કાન ફિલ્મ ફેસ્ટિવલ 2024માં કિયારા અડવાણીનો લુક જોઈને અભિનેત્રીના ફેન્સ તેણીની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. કિયારા અડવાણીના લુક વિશે વાત કરીએ તો, તેણીએ કાન ફેસ્ટિવલમાં સફેદ હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતુ. જેમાં ડીપ નેકલાઈન છે. તેણે મેચિંગ ઈયરિંગ્સ અને હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. કિયારા અડવાણી આ લૂકમાં ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી રહી છે.

એશ્વર્યા રાયે ઓપનિંગ સેરેમની અને ફેસ્ટિવલ દરમિયાન ખેચ્યું મહેમાનોનું ધ્યાન
ઐશ્વર્યાના આઉટફિટની વાત કરીએ તો તેમણે બ્લેક અને ગોલ્ડન ગાઉન પહેર્યું હતું. આ ઓફ શોલ્ડર ડ્રેસમાં તેમના ડ્રેસ પર ગોલ્ડન એમ્બિલિશમેન્ટ કરવામાં આવ્યું હતું. ઐશ્વર્યાએ તેનો મેકઅપ લાઈટ રાખ્યો અને ગોલ્ડન કલરના હૂપ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે. ઐશ્વર્યાના આ લુકને મોનોક્રોમેટિક લુક કહેવામાં આવે છે. તેણે સફેદ શ્રગ સાથે બ્લેક મોનોક્રોમેટિક ડ્રેસની જોડી બનાવી છે. જે ડિઝાઇનર ફાલ્ગુની અને શેન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.

આ સાથે જ વિશ્વ સુંદરી એશ્વર્યા ઓપનિંગ સેરેમનીમાં પણ ખુબ જ સુંદર રૂપમાં નજર આવી હતી,કાનમાં બીજા દિવસે ઐશ્વર્યા પેસ્ટલ પિંક અને ગ્રીન ગાઉનમાં જોવા મળી હતી. અભિનેત્રી 22 વર્ષથી કાન ફેસ્ટિવલનો હિસ્સો છે. આ વખતે તેણીના હાથમાં ફ્રેક્ચર થયું છે. આમ છતાં પણ તેણીએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ઉર્વશી રૌતેલાએ બનાવ્યો આ રેકોર્ડ
ઉર્વશી રૌતેલાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ખાલિદ અને મારવાન લેબલ દ્વારા ડિઝાઇન કરાયેલ ગુલાબી ગાઉનમાં તેણીની પ્રથમ રજૂઆત કરી હતી. ગાઉનની આજુબાજુ પીંછા હતા, જ્યારે તેણીએ હેરબેન્ડ પણ પહેરી હતી. દરેક તેના લુકના વખાણ કરી રહ્યા હતા.

કાન ફેસ્ટિવલના બીજા દિવસે ઉર્વશીએ એક રેકોર્ડ બનાવ્યો હતો. ઉર્વશી કાનમાં રેડ કાર્પેટ ઉપર લાલ રંગની ડ્રેસ પહેરનાર પ્રથમ મહિલા બની હતી. પોતાના રેડ ડ્રેસ લૂકમાં ઉર્વશીએ લાલ રંગનો ઓફ શોલ્ડર ગાઉન પહેર્યો હતો. આ ગાઉનની પફી સ્લીવ્ઝ તેના લુકમાં ચાર્મ ઉમેરી રહી હતી. તેમજ તેણીના ગાઉનની કિંમત કરોડો રૂપિયા હોવાનું કહેવાય છે.

આ લુક સાથે તેણે પોતાનો મેકઅપ એકદમ બોલ્ડ રાખ્યો હતો. લાલ રંગની ડાર્ક આઈ શેડો અને ગ્લોસી લિપસ્ટિક તેની સુંદરતામાં વધારો કરી રહી હતી. આ સાથે અભિનેત્રીએ પોતાના હાથ પર ખૂબ જ સુંદર નેઇલ આર્ટ પણ કરાવ્યું હતું. ઉર્વશીએ મેસી હેર સાથે આ ગાઉન લુક પૂર્ણ કર્યો હતો. પરંતુ ખાસ વાત એ હતી કે ઉર્વશીએ પોતાના સુંદર લુક સાથે કોઈ જ્વેલરી પહેરી ન હતી.

Most Popular

To Top