મંગળવારે ભાજપ પર પ્રહાર કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM benarji)એ કહ્યું કે, જો ચૂંટણી પંચે ભાજપ (BJP)ને મદદ ન કરી હોત, તો તે 30 બેઠકો પર પણ જીતી શકી ન હોત. આ સાથે જ મમતા બેનર્જીએ કહ્યું કે વિધાનસભાની ચૂંટણી (Assembly election)માં લોકોએ ‘ખેલા હોબે’ ના નારાની ખૂબ પ્રશંસા કરી. તો હવે રાજ્યમાં “ખેલા હોબે દિવાસ” (khela hobe divas)ની ઉજવણી કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મેળવીને ત્રીજી વખત રાજ્યની કમાન સંભાળી રહેલા મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને ભાજપ વચ્ચેનો ઝઘડો હજી અટકવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવારે ભાજપ પર ટોન્ટ મારતા મમતા બેનર્જીએ કહ્યું કે જો ચૂંટણી પંચે ભાજપને મદદ ન કરી હોત તો તે 30 બેઠકો પણ જીતી શકી ન હોત. આ સાથે જ મમતા બેનર્જીએ મોદી (PM Modi) સરકાર પર ચૂંટણી દરમિયાન થયેલ તોફાનો માટે પણ નિશાન સાધતા મોદી સરકારને જવાબદાર ઠેરવ્યા હતા, જેમાં મોદી સરકારના પ્રવચનોને ઉદ્દેશીને કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ ‘ખેલા હોબે’ ના નારાની ખૂબ પ્રશંસા કરી. તો હવે રાજ્યમાં “ખેલા હોબે દિન”ની ઉજવણી કરવામાં આવશે.

મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે લોકોએ ખેલા હોબેની પ્રશંસા કરી છે, હવે અમે “ખેલા હોબે દિન”ની ઉજવણી કરીશું.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું હતું કે ભાજપના ધારાસભ્યો શિષ્ટાચાર અને અનુશાસન જાણતા નથી અને તાજેતરમાં વિધાનસભામાં રાજ્યપાલ જગદીપ ધનખડના સંબોધન દરમિયાન આ હંગામો થયો હતો. રાજ્યના વિધાનસભામાં ભાજપના ઘોંઘાટીયા અવાજ વચ્ચે ધનખડે તેમના 18 પાનાના ભાષણની થોડીક જ લાઇનો વાંચી અને 2 જુલાઈના રોજ ગૃહના ટેબલ પર લેખિત ભાષણ આપ્યું. ભાજપના ધારાસભ્યો રાજ્યમાં ચૂંટણી પછીની હિંસાને લઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

ગૃહમાં પોતાના ભાષણમાં તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ અને મુખ્યમંત્રી બેનર્જીએ કહ્યું કે રાજ્યમાં ભાજપના ધારાસભ્યોએ કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ દ્વારા ચૂંટાયેલા રાજ્યપાલને સંબોધન પહોંચાડવામાં અવરોધ ઉભો કરવો ન જોઈએ. રાજ્યપાલના સંબોધન પર આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, મેં રાજનાથ સિંહથી લઈને સુષ્મા સ્વરાજ સુધીના ઘણા ભાજપ નેતાઓ જોયા છે. જોકે, આ ભાજપ અલગ છે. તેઓ (ભાજપના સભ્યો) સંસ્કૃતિ, શિષ્ટાચાર, અનુશાસન અને સભ્યતાને જાણતા નથી.
મહત્વની વાત છે કે ભાજપી ભાષણમાં પીએમ મોદીએ વારંવાર જે શબ્દોને ટાંકીને પોતાની અગ્રતા પ્રાપ્ત કરવાની કોશિશ કરી હતી તે જ શબ્દોને હવે ટીએમસી અધ્યક્ષ પોતાના રાજનીતિના એક પાસા તરીકે ઉપયોગમાં લેવા માંગે છે.