Gujarat

ખડગે સાડા છ કરોડ ગુજરાતીઓની માફી માંગે: સીએમ ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને ‘અભણ’ અને ‘મૂર્ખ’ના કહેવાતા નિવેદન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિવેદનને સાડા છ કરોડ ગુજરાતીઓ અને મહાત્મા ગાંધી-સરદાર પટેલની પુણ્યભૂમિનું અપમાન ગણાવી કોંગ્રેસની માનસિકતા પર આકરા સવાલો ઉઠાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત વિરુદ્ધ ઝેર ઓકવું એ કોંગ્રેસની વર્ષો જૂની આદત છે. તેમણે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન ગુજરાતને થયેલા અન્યાયોની યાદી આપી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ખડગેના નિવેદનને ગુજરાતીઓના અસ્મિતા અને ગૌરવનું હનન ગણાવ્યું હતું. સંઘવીએ કહ્યું હતું કે ખડગેએ સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે, તેનાથી પ્રજામાં કોંગ્રેસ પ્રત્યે ભારે આક્રોશ છે.તેમણે કોંગ્રેસ અધ્યક્ષને સણસણતા સવાલો કર્યા હતા.

Most Popular

To Top