મુંબઈ : બિપરજોય વાવાઝોડાની (Bipોrjoy storm) અસરથી કેરળ (Kerala) અને મુંબઈના (Mumbai) દરિયામાં હલચલ જોવા મળી રહી છે. હાઈ ટાઈડની વચ્ચે સમુદ્રમાં ઉંચી લહેર ઉઠી રહી છે. હવામાન વિભાગના અનુસાર વાવાઝોડુ બિપરજોય ગુજરાતના કચ્છ જિલ્લાથી પસાર થશે. જે 15 જૂનથી પાકિસ્તાનના (Pakistan) કરાચી સુધી પહોંચી શકે છે.
બિપરજોય વાવાઝોડુ આગળ આવવાની સાથે સાથે વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. બિપરજોય ચક્રવાતની અસરથી કેરળ અને મુંબઈના સમુદ્રમાં હલચલ જોવા મળી રહી છે. હાઈ ટાઈડની વચ્ચે સમુદ્રમાં ઉંચી લહેર ઉઠી રહી છે. બિપરજોય ચક્રવાતના કારણે જોરદાર પવન ફુકાઈ શકે છે.
મુંબઈના ઘણા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ જોવા મળ્યો. ત્યાં જ સમુદ્ર હાઈ ટાઈડની ઝપેટમાં છે. મળતી માહિતી અનુસાર મુંબઈ, નવી મુંબઈ, ઠાણે, પાલઘર સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો છે. રાજ્યના તટીય ભાગોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.
દેશભરના આ શહેરોમાં વરસાદની આગાહી
મુંબઈના રીજનલ મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડુ બિપોરજોયના તિવ્ર થવાને ધ્યાનમાં રાખવાની ચેતાવણી જાહેર કરી છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, આવતા 4 દિવસ મહારાષ્ટ્રની રાજધાની સહિત રાજ્યના ઘણા શહેરોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગનું કહેવું છે કે રત્નાગિરી, રાયગઢ, ઠાણે, પાલઘરમાં આજે પણ હવાઓની સાથે મધ્યમ વરસાદ થશે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગે રવિવારે જાણકારી આપી હતી કે સૌરાષ્ટ્ર- કચ્છ અને કરાચી તટથી 15 જૂને બપોરે 125-130 કિમી પ્રતિ કલાકની રફતારથી હવાની સાથે ચક્રવાત પસાર થવાની સંભાવના છે.
15 જૂને પાકિસ્તાનના કરાચી પહોંચશે વાવાઝોડુ
હવામાન વિભાગ અનુસાર વાવાઝોડુ બિપોરજોય ગુજરાતના કચ્છ જિલ્લાથી પસાર થશે. જે 15 જૂને પાકિસ્તાનના કરાચી તટ સુધી પહોંચી શકે છે. તટીય વિસ્તારથી અથડાવવાની સંભાવનાને જોતા ગુજરાત સરકાર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તટીય વિસ્તારમાં તૈનાત કરી રહી છે.
હવામાન વિભાગ અનુસાર, કેરળ, કર્ણાટક, ગોવા, અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલયમાં આજે એટલે કે 12 જૂને ભારે વરસાદ થઈ શકે છે. અંડમાન નિકોબાર દ્વીપ સમુહ, નગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાતમાં 12 જૂનથી 15 જૂન સુધી ભારે વરસાદની સંભાવના છે.