National

પીડિતાની જાંઘ વચ્ચે ખોટી હિલચાલ પણ બળાત્કાર સમાન: કેરળ હાઇકોર્ટ

કોચી: કેરળ હાઈકોર્ટે (kerala highcourt) કહ્યું છે કે પીડિતાની જાંઘ વચ્ચે કોઈ ખોટું કામ તે બળાત્કાર સમાન (equal to rape) જ ગણવામાં આવશે. જો કોઈ પણ ખોટું કૃત્ય અને સ્ત્રીના શરીર સાથે છેડછાડ (Physical molest) કરે તો એ બળાત્કારના ગુના સમાન છે. હાઇકોર્ટે બળાત્કારના ગુનાના દોષિતની અપીલ પર જાહેર કરાયેલા ચુકાદામાં આ નિરીક્ષણ કર્યું છે.

આ કેસમાં ટ્રાયલ કોર્ટે એક પુરુષ (Man)ને બળાત્કારનો દોષિત (Guilty) ઠેરવ્યો હતો કારણ કે તેણે તેના પડોશમાં રહેતી એક સગીર છોકરી (Young girk) પર તેના શરીરના અનેક ભાગો સાથે ખોટી રીતે છેડછાડ કરીને તેનું જાતીય શોષણ કર્યું હતું. જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને જસ્ટિસ ઝિયાદ રહેમાનની ખંડપીઠે સોમવારે ચુકાદો આપ્યો કે તે ચોક્કસ માની નહિ લેવાય કે માત્ર ક્રીડા કરવાથી આરોપી ન્યાયના સકંજામાંથી બચી શકે છે. માટે આ તમામને જાણ થાય કે બીજી વાર આવી કોઈ હરકત કરીને બચશે નહીં.

IPC ની કલમ 375 હેઠળ બળાત્કાર સમાન
પીડિતાની જાંઘ વચ્ચે જાતીય સંભોગનું કોઈપણ કૃત્ય કે મહિલાના શરીર સાથે છેડછાડ કરે છે તો તે બળાત્કાર સમાન છે. “તે ગુના સમાન છે. જ્યારે જાંઘો વચ્ચે જાતીય સંભોગનું આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે, ત્યારે તે ચોક્કસપણે ભારતીય દંડ સંહિતાની કલમ 375 હેઠળ વ્યાખ્યાયિત ‘બળાત્કાર’ સમાન હશે. ‘

કોર્ટે શું કહ્યું?
કોર્ટે કહ્યું કે જ્યારે જાંઘો વચ્ચે જાતીય સંભોગ થાય છે, ત્યારે તે ચોક્કસપણે કલમ 375 મુજબ વ્યાખ્યાયિત ‘બળાત્કાર’ સમાન છે. કોર્ટે કહ્યું કે, અપીલકર્તા દ્વારા કરવામાં આવેલ જાતીય કૃત્ય કલમ 375 (c) તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ 376 (1) હેઠળ ગુનાને આકર્ષવા માટે પૂરતું છે.

આજીવન કારાવાસની સજા
આરોપીઓને આ કલમો માટે દોષી ઠેરવતાં જણાવ્યું હતું કે, કારણ કે તેને સેશન્સ કોર્ટે દંડ સંહિતા કલમ 376 (2) (I) અને 377 ની જગ્યાએ કલમ 376 (1) તેમજ કલમ 375 (C) હેઠળ દોષિત ઠેરવ્યા છે. જો કોઈ ગુના માટે દોષિત સાબિત થાય છે, તો આજીવન કેદની સજાને પાત્ર ગણાશે, કારણ કે બચેલી કેદમાં સંશોધન સાથે તે આજીવન કેદની સજામાં સુધારો કરવામાં આવ્યો છે. કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે, “સેશન્સ કોર્ટ દ્વારા કલમ 354 અને 354A (1) (i) હેઠળ પસાર કરવામાં આવેલી સજાની પુષ્ટિ કરવામાં આવી છે.” આ સજાઓ એક સાથે ચાલશે.

Most Popular

To Top