India

કેરળ ચૂંટણી 2026

UDFનું સીટ-શેરિંગ ફાઇનલ ,કોંગ્રેસ 95 બેઠકો પર લડશે

કેરળમાં 9 એપ્રિલે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા United Democratic Front (UDF)એ લાંબા ચર્ચા બાદ સીટ શેરિંગનો ફોર્મ્યુલા ફાઇનલ કર્યો છે. આ અંતર્ગત Indian National Congress 140માંથી 95 બેઠકો પર ચૂંટણી લડશે, જે 2021ની સરખામણીએ બે બેઠકો વધુ છે. વિપક્ષના નેતા VD Satheesanએ જાહેરાત કરતાં જણાવ્યું કે Indian Union Muslim League (IUML)ને ફરીથી 27 બેઠકો ફાળવવામાં આવી છે. જ્યારે Kerala Congress (Joseph) (KC-J)ને આ વખતે 8 બેઠકો મળી છે, જે અગાઉ કરતાં બે ઓછી છે.

સીટ એડજસ્ટમેન્ટ હેઠળ Ettumanoor અને Idukki જેવી બેઠકો હવે કોંગ્રેસ લડશે, જ્યારે Thrikkaripur પણ કોંગ્રેસે પોતાના ખાતામાં લીધી છે. તેના બદલે KC-Jને Kanhangad બેઠક આપવામાં આવી છે. બીજી તરફ, Revolutionary Socialist Party (RSP)ને 5 બેઠકો ફાળવવામાં આવી છે. રસપ્રદ રીતે, RSPએ પરંપરાગત Mattannur બેઠક છોડીને Payyannurમાં CPI(M)ના બળવાખોર ઉમેદવારને સપોર્ટ કરવાનો નિર્ણય લીધો છે.

નાના સાથીદારોમાં Kerala Congress (Jacob), Communist Marxist Party, Revolutionary Marxist Party અને Trinamool Congress જેવા પક્ષોને એક-એક બેઠક ફાળવવામાં આવી છે. ચૂંટણી માટેનું મેદાન હવે ગરમ બન્યું છે કારણ કે સત્તારૂઢ Left Democratic Front (LDF) પહેલાથી જ 137 ઉમેદવારો જાહેર કરી ચૂકી છે, જ્યારે Bharatiya Janata Party (BJP)એ 71 ઉમેદવારોની યાદી જાહેર કર્યા છે..

Palakkad, Nemom, Vattiyoorkavu, Peravoor અને Manjeshwar જેવી બેઠકો પર ત્રિકોણીય ટક્કર જોવા મળી શકે છે.
આ ચૂંટણીમાં UDF માટે મુખ્ય પડકાર દસ વર્ષથી સત્તામાં રહેલા LDFને હટાવવાનો રહેશે, જ્યારે BJP ત્રીજી શક્તિ તરીકે પોતાનું પ્રદર્શન સુધારવા પ્રયત્નશીલ છે.

Most Popular

To Top