નવી દિલ્હી: 76 દિવસ જેલમાં વિતાવ્યા બાદ આખરે આજે 29 જૂને દિલ્હીના (Delhi) સીએમ કેજરીવાલ માટે રાહતના સમાચાર આવ્યા હતા. અસલમાં આજે કેજરીવાલની ન્યાયિક કસ્ટડિનો છેલ્લો દિવસ હતો. ત્યારે કેજરીવાલને (CM Kejriwal) સીબીઆઈએ શનિવારે લિકર પોલિસી કૌભાંડ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં (Rouse Avenue Court) રજૂ કર્યા હતા.
આજે 29 જૂનના રોજ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થવા માટે લાવવામાં આવ્યા હતા ત્યારે સુનીતા કેજરીવાલ પણ કોર્ટમાં રહ્યા હતા. સુનાવણી બાદ રાઉઝ એવન્યુની વિશેષ સીબીઆઈ કોર્ટે કેજરીવાલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર મોકલી દીધા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈએ 26 જૂને દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરી હતી. ધરપકડ બાદ કોર્ટે તેમને ત્રણ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા હતા. તેમજ કેજરીવાલના સીબીઆઈ રિમાન્ડ આજે પૂરા થતા. કોર્ટે તેમને ફરી 14 દિવસ માટે તીહાર જરલમાં મોકલી દીધા હતા.
સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલે કોર્ટ સમક્ષ બે અરજીઓ આપી હતી. જેમાં પ્રથમ અરજીમાં માંગ કરાઇ હતી કે જજ આદેશ આપે ત્યાં સુધી કેજરીવાલને પોતાના પરિવારને 10થી 15 મિનિટ સુધી મળવાની મંજૂરી આપવી જોઈએ. તેમજ બીજી અરજીમાં માંગ કરાઇ હતી કે જ્યારે કેજરીવાલને ED કેસમાં ધરપકડ બાદ JCમાં મોકલવામાં આવ્યા હતા, ત્યારે તબીબી આધાર પર જે છૂટ મળી હતી તે ચાલુ રાખવામાં આવે. તેમજ કોર્ટે કેજરીવાલના વકીલની બંને માંગણીઓ સ્વીકારી હતી.
CBIએ કોર્ટમાં કહ્યું- લોકો કોરોનામાં મરી રહ્યા હતા અને તેઓ કૌભાંડનું કાવતરું ઘડી રહ્યા હતા
રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ અમિતાભ રાવતની કોર્ટમાં કેજરીવાલની રિમાન્ડ માંગણી પર સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે કહ્યું કે દિલ્હીમાં મૃત્યુ થઈ રહ્યા હતા. ત્યારે તેમણે એક રિપોર્ટ તૈયાર કરીને અભિષેક બોઈનપલ્લીને આપ્યો. આ રિપોર્ટ વિજય નાયર મારફત મનીષ સિસોદિયાને મોકલવામાં આવ્યો હતો. તેમજ આ અંગે ચર્ચા કરવા માટે કોઈ બેઠક બોલાવવામાં આવી ન હતી.
સીબીઆઈએ કોર્ટને કહ્યું કે જ્યારે દિલ્હીમાં કોરોના ચરમસીમા પર હતો અને લોકો મરી રહ્યા હતા, ત્યારે દક્ષિણ લોબીના સભ્યો દારૂની નીતિ તૈયાર કરવા દિલ્હી આવ્યા હતા. તેમને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિર્દેશ પર જ બોલાવવામાં આવ્યા હતા.
કેજરીવાલની ધરપકડ સામે AAPનો વિરોધ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) આજે શનિવારે વિરોધ પ્રદર્શન પ્રદર્શન કર્યું હતું. જણાવી દઇયે કે કેજરીવાલ સામે બે કેસ નોંધાયેલા છે. પહેલો કેસ ઈડીનો છે, જેમાં તેમની સામે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.
અગાઉ 20 જૂનના રોજ ટ્રાયલ કોર્ટે કેજરીવાલને દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા હતા. જે બાદ ઈડીએ નીચલી કોર્ટના આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના જામીનના નિર્ણય પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. ત્યાર બાદ કેજરીવાલના વકીલ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. જ્યાં સુપ્રીમે કેજરીવાલને હાઇકોર્ટના આદેશને અનુસરવા કહ્યું હતું. 3 દિવસ પહેલા જ્યારે 26 જૂને કેજરીવાલને હાઇકોર્ટમાં હાજર કરવામાં આવ્યા ત્યારે હાઇકોર્ટે સીબીઆઇને કેજરીવાલની ત્રણ દિવસની કસ્ટડી આપી હતી. જે પૂર્ણ થયા બાદ આજે 29 જૂને કેજરીવાલને ફરી કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા.