National

કેજરીવાલ સરકારે કરી મહત્વની જાહેરાત: કોરોનામાં મરનારના પરિવારને હજારોની સહાય

નવી દિલ્હી: દિલ્હી (delhi)માં કોરોના (corona)ના કારણે કોઈ સભ્ય ગુમાવ્યો હોય તેવા દરેક પરિવારને રૂ.50,000ની રકમ આપવામાં આવશે. તેમજ જો મૃતક કમાવનાર સભ્ય હોય તો દર મહિને રૂ.2,500ની સહાય (relief fund) પણ આપવામાં આવશે. એમ મુખ્યમંત્રી (delhi cm) અરવિંદ કેજરીવાલે (arvind kejriwal) મંગળવારે જાહેરાત કરી હતી.

તેમણે એમ પણ કહ્યું હતું કે, જે બાળકે કોરોનાના કારણે માતા અને પિતા અથવા માતા કે પિતા માંથી કોઈ પણ એક ગુમાવ્યા હોય તેઓને 25 વર્ષની વય સુધી દર મહિને રૂ.2,500ની સહાય આપવામાં આવશે. તેમજ સરકાર તેમને નિ: શુલ્ક શિક્ષણ આપશે. તેમણે જણાવ્યું કે. આ તમામ ઘોષણાઓ દિલ્હી કેબિનેટમાં મંજૂરી મળ્યા પછી થોડા દિવસમાં લાગુ કરવામાં આવશે. કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, શહેરમાં 72 લાખ રેશનકાર્ડ ધારકોને આ મહિનામાં કેન્દ્ર સરકારની યોજનામાંથી 5 કિલોગ્રામ સહિત 10 કિલો રેશન મફત આપવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રેશનકાર્ડ વિનાના ગરીબ અને જરૂરિયાતમંદોને પણ વિના મૂલ્યે રેશન આપવામાં આવશે.

કેજરીવાલે કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં જ્યારે લોકો મુશ્કેલીમાં હોય ત્યારે હું હંમેશાં તમારી બાજુમાં ઊભો રહીશ. જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે તમને મદદ કરવી તે મારું કર્તવ્ય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકોને રાહત આપવા માટેના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top