National

14 દિવસના રિમાન્ડ ભોગવી રહેલા કેજરીવાલે CBIની ધરપકડને હાઇકોર્ટમાં પડકારી

નવી દિલ્હી: કેજરીવાલની (Kejriwal) કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) દ્વારા દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં (Liquor scam case) ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ 14 દિવસના CBI રિમાન્ડ પર છે. ત્યારે કેજરીવાલે પોતાની આ ધરપકડને હાઇકોર્ટમાં પડકારી હતી. અગાઉ શનિવારે સુનાવણી બાદ દિલ્હીની રાઉઝ રેવેન્યુ કોર્ટે કેજરીવાલને 12 જુલાઈ સુધી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા.

દિલ્હીની રાઉઝ એવેન્યું કોર્ટનું માનવું છે કે કેજરીવાલનું નામ કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર તરીકે સામે આવ્યું છે અને સમગ્ર મામલો હજુ તપાસ હેઠળ છે. ત્યારે અગાઉ હાઇ કોર્ટે સુનાવણી બાદ કેજરીવાલની ત્રણ દિવસની કસ્ટડી સીબીઆઇને સોંપી હતી. ત્યાર બાદ તેમની કસ્ટડીની સમયમર્યાદા પૂરી થયા બાદ સીબીઆઈએ કેજરીવાલને નીચલી કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી. ત્યારે તપાસ એજન્સીએ કહ્યું કે કેજરીવાલ તપાસમાં સહકાર આપી રહ્યા ન હતા અને જાણીજોઈને કાર્યવાહી ટાળી શકાય તેવા જવાબો આપી રહ્યા હતા. તેમજ સીબીઆઈની દલીલોને ધ્યાનમાં રાખીને કેજરીવાલને 14 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા.

કેજરીવાલ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે- સીબીઆઈ
તપાસ એજન્સી સીબીઆઈએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જો કેજરીવાલને જામીન આપવામાં આવે તો તેઓ સાક્ષીઓ અને પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. પૂછપરછ દરમિયાન કેજરીવાલ વિરુદ્ધ આ કેસમાં ઘણા સાક્ષીઓ અને પુરાવાઓ સામે આવી ચૂક્યા છે અને પરંતુ આ પુરાવા પૈકી હજી પણ કેટલાંક પુરાવાઓ તપાસ એજન્સીની પહોંચની બહાર છે તેનો પણ જામીન મળ્યા બાદ કેજરીવાલ થકી નાશ કરવામાં આવી શકે છે.

કેજરીવાલ ED અને CBI તપાસનો સામનો કરી રહ્યા છે
55 વર્ષીય અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જૂને તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ મની લોન્ડરિંગ કેસમાં EDની તપાસનો સામનો કરી રહ્યા છે અને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં છે. ત્યારે આમ આદમી પાર્ટી ઉપર આરોપો છે કે જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હીમાં સત્તા પર હતી ત્યારે પાર્ટીના નેતાઓએ જાણીજોઈને નવી દારૂની નીતિ બનાવી હતી અને નિયમોમાં ફેરફાર કરીને પસંદગીના લોકોને ફાયદો કરાવ્યો હતો. તેના બદલામાં આમ આદમી પાર્ટીના નેતાઓને પૈસા મળ્યા હતા, જેનો ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. ED આ કેસની તપાસ નાણાંની ગેરરીતિ અંગે કરી રહી છે. તે જ સમયે, સીબીઆઈ આ કેસમાં લાંચના વ્યવહારો અને રાજકારણીઓના ભ્રષ્ટ વર્તનની તપાસ કરી રહી છે.

Most Popular

To Top