National

કેદારનાથ ધામના દ્વાર ખુલ્યા પણ આ તારીખ સુધી શ્રદ્ધાળુઓનું રજિસ્ટ્ર્રેશન બંધ કરાયું

નવી દિલ્હી: કેદારનાથ ધામના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલી ગયા છે. આજે સવારે 6:20 કલાકે કેદારનાથ ધામના દ્વાર શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરી શકે તે માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે બેન્ડની ધુનની વચ્ચે જ્યારે દ્વાર ખોલવામાં આવ્યા ત્યારે કેદારઘાટી ‘હર-હર મહાદેવ’ અને ‘જય ભોલેનાથ’ના જયકારા સાથે ગુંજી ઉઠી હતી. મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર ખોલવાની સાથે જ રાવલ ભીમાશંકર લિંગ અને મુખ્ય પુજારી શિવલિંગએ મંદિરના અંદર પ્રવેશ ર્ક્યો. આના પહેલા કેદારનાથ મંદિરના દ્વાર પરથી રાવલે સમગ્ર તીર્થયાત્રીઓ અને ભક્તોને કેદારનાથ ધામનું મહત્વ, પરંપરા અને 6 મહિના કેદારનાથ ધામના પુજાના મહત્વની માહિતી આપી હતી. દ્વાર ખોલવાના સમયે મોટી સંખ્યામાં ભક્તોએ કેદારનાથના દર્શન ર્ક્યા હતા. બીજી બાજુ મૌસમ ખરાબ હોવાના કરાને રજિસ્ટ્રેશન કરાવવાનું બંધ કરી દીધુ છે. સાથે જ જે ભક્તો રજિસ્ટ્રેશન કરીને દર્શન માટે પહોંચી રહ્યા છે, તેમણે રસ્તામાં અટકાવીને સુરક્ષિત જગ્યાઓ પર મોકલવામાં આવી રહ્યા છે.

29 એપ્રિલ સુધી બરફવર્ષા અને વરસાદની આગાહી
મૌસમ વિભાગની આગાહી મુજબ આગામી એક અઠવાડિયા સુધી એટલે કે 29 એપ્રિલ સુધી વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. ટિહરીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક નવનીત સિંહ ભૂલ્લરે જણાવ્યું હતું કે કેદારનાથમાં બરફવર્ષા અને ખરાબ મૌસમના એલર્ટને ધ્યાને રાખીને ભક્તોને ભદ્રકાલી અને વ્યાસીમાં રોકાવીને તેમણે હાલમાં ઋષિકેશમાં રોકાવવામાં આવ્યાં છે.

કેદારનાથ ધામ પહોંચ્યા સાત હજાર લોકો
કેદારનાથ ધામના દ્વાર ખોલવાના અવસરે સાક્ષી બનવા માટે અંદાજે સાત હજાર લોકો કેદારનાથ પહોંચી ગયા છે. આજે પણ મોટી સંખ્યામાં તીર્થયાત્રી તેમજ સ્થાનિક લોકો કેદારનાથ પહોંચશે. સોમવારે સોનપ્રયાગથી 5,600 તીર્થયાત્રી તેમજ સ્થાનિક લોકો કેદારનાથ માટે રવાના થયા હતા. જોકે, કેદારનાથમાં હાલમાં વધુ લોકોની રહેવાની વ્યવસ્થા નથી પણ પહેલા જ દિવસે કેદારનાથમાં દ્વાર ખોલવાના અવસરે 10 હજારથી વધુ તીર્થયાત્રી અને સ્થાનિક લોકો હાજર હતા.

કેદારનાથમાં બરફવર્ષાની સંભાવનાને જોતાં શ્રીનગરમાં પોલીસ પ્રશાસને બુકિંગ વગર કેદારનાથ જઈ રહેલા તીર્થયાત્રીઓને અટકાવ્યા હતા. પોલીસે તીર્થયાત્રીઓને મૌસમ ખરાબ હોવાના કારણે અહીં જ રોકાવવાની અપીલ કરી છે. જે તીર્થયાત્રીઓએ કેદારઘાટીમાં રોકાવવા માટે બુકિંગ કરી છે, તેમણે જ આગળ રવાના કરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top