કામરેજ: કઠોરના (Kathor) સહકાર બંગ્લોઝમાં રહેતી મહિલા તથા પુત્રીને પાડોશી મહિલાએ ( Woman) જાતિ વિષયક બોલી ગાળો આપીને (Attek) માર મારી તેમજ સોસાયટીના અન્ય બે ઈસમે પણ જાતિવિષયક બોલી ગણપતિ સ્થાપના કરી હોઈ ત્યાં આવવાનું નહિ તેમ કહેતાં પોલીસે એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી છે.મુળ અમરેલી જિલ્લાના મહુવા તાલુકાના દુદાણા ગામના વતની મનીષા દાનાભાઈ રાઠોડ હાલમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામે આવેલા સહકાર બંગ્લોઝમાં મકાન નંબર 136માં રહે છે. પાડોશમાં જ રહેતા જયોત્સનાબેન ચેતનભાઈ ભાલાળાની સાથે નાની બાબતોમાં વારંવાર ઝઘડો થતો હતો.
ઉશ્કેરાઈ જઈ જાતિ વિષયક ભાંડી હતી
ગુરુવારના રોજ જયોત્સનાબેન પક્ષીઓને ચણ નાંખવા માટે બહાર આવ્યા હતા અને મનીષાબેન તરફ જોઈને ગાળો બોલવા લાગતા કેમ ગાળો બોલો છો તેમ કહેતા જયોત્સનાબેન ઉશ્કેરાઈ જઈ જાતિ વિષયક ભાંડી હતી. અને કહ્યું હતું કે થોડા દિવસમાં મકાન ખાલી કરીને જતા રહેવા ના હતા કેમ જતાં નથી. ત્યાર બાદ મનીષાબેનને નીચે પાડી માર મારવા લાગ્યા હતાં. જેના લઈને મનીષાબેનની છોકરી કુસુમ માતાને બચાવવા આવતા તેને પણ માર માર્યો હતો.
સોસાયટીમાં ગણપતિની સ્થાપના કરી છે
સોસાયટીની બહાર કાઢવાનું કરો’ એમ સોસાયટીમાં જ રહેતા મુકુદ ઉર્ફે ભદ્રેશ ભીખા પટેલને કહેતા મુકુદએ મનીષાબેનને કહ્યું કે ચુપચાપ સોસાયટીમાં રહેવાનું નહિ તો અત્યારે જ બહાર કાઢી મુકીશ. સોસાયટીમાં ગણપતિની સ્થાપના કરી છે, સોસાયટીમાં રાત્રિના સિકયુરિટીની નોકરી કરતા નટુ વશરામ રાવળ પણ કહેવા લાગ્યા કે ‘તમારે ગણપતિના સ્થાપના કરી છે ત્યાં આવવું નહિ. જેથી મહિલાએ ત્રણેય સામે કામરેજ પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બે વર્ષ પારકી સ્ત્રીના પ્રેમમાં પડેલા પતિને ટોકતાં જૂનાગામની પરિણીતાને આપઘાતની ધમકી
કામરેજ: સુરતના ચોર્યાસીના જૂનાગામે ડેરી ફળિયાના રહેવાસી જમુ બાલુ પટેલની પુત્રી જીગીશાનાં લગ્ન તા.26-5-13ના રોજ ઓલપાડના કુદિયાણા ગામના કૌશિક નગીન પટેલ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયાં હતાં. લગ્ન બાદ પરિણીતા સાસરીમાં સાસુ, સસરા, તેમજ દિયર સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્નજીવન દરમિયાન પાંચ વર્ષનો બાળક મેટીર છે. ઘરકામ માટે સસરા નગીન પ્રભુ પટેલ તેમજ સાસુ શારદા બોલાચાલી કરતાં અને સાસુ ઘરનું કંઈ કામ કરતા આવડતું નથી, તારી માતાએ કઈ શીખવાડ્યું નથી. લગ્નમાં તું ઘરેથી શું લઈને આવી છે? તું તારી માતાના ઘરે ચાલી જા તેમ વારંવાર કહેતાં હતાં. પરિણીતા અને પતિ એક વર્ષ સુધી કુદિયાણા રહ્યા બાદ સુરત મકાન ભાડે રાખીને રહેતાં હતાં.