Gujarat

પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન

ગાંધીનગર(Gandhinagar) : ઉત્તરાયણ (Uttrayan) પર્વ દરમિયાન પતંગની (Kite) દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને (Bird) બચાવવા તેમજ તેમની સારવાર (Treatment) માટે રાજ્યભરમાં તારીખ ૧૦મી જાન્યુઆરી થી કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે આગામી ૨૦મી જાન્યુઆરી સુધી ચાલશે.

  • રાજયભરમાં ૫૪૬ ડૉકટર્સ અને ૬,૦૦૦થી વધુ સ્વંયસેવકો સહભાગી થશે
  • છેલ્લા પાંચ વર્ષમાં 55 હજારથી વધુ પક્ષીઓને આ અભિયાન અંતર્ગત બચાવાયા છે
  • ૨૦૧૭થી રાજ્યમાં કરૂણા અભિયાન ચાલી રહ્યું છેરાજ્યભરમાં જરૂરિયાત મુજબ ૭૬૪થી વધુ પક્ષી નિદાન કેન્દ્ર બનાવવામાં આવશે

આ અંગે વન મંત્રી કિરીટસિંહ રાણાએ (Kirit Singh Rana) જણાવ્યું હતું કે, ઉતરાયણના પાવન પર્વમાં ઉત્સાહ સાથે અબોલ પશુ-પક્ષીઓને નુકસાન નહીં થાય તેની સંપૂર્ણ તકેદારી રાખવી જરૂરી છે. જેના માટે સવારે ૯.૦૦ કલાક પહેલાં અને સાંજે ૬.૦૦ કલાક પછી પતંગ ઉડાડવા જોઇએ નહીં તેમજ નાયલોનની દોરીનો ઉપયોગ કરવો જોઇએ નહીં.

તેમણે કહ્યું હતું કે, ૨૦૧૭થી રાજ્યમાં કરૂણા અભિયાન ચાલી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં અંદાજે ૫૫ હજારથી વધુ પક્ષીઓને આપણે સારવાર દ્વારા બચાવી શક્યા છીએ. ગત વર્ષે ૯ હજારથી વધુ પક્ષીઓ ઘાયલ થયા હતા. જેમાં આશરે ૭૫૦ પક્ષીઓના મૃત્યું થયાં હતાં. ગત વર્ષના અનુભવના આધારે આ વર્ષે રાજ્યભરમાં જરૂરિયાત મુજબ ૭૬૪થી વધુ પક્ષી નિદાન કેન્દ્ર બનાવવામાં આવશે જેમાં સવારે ૯.૦૦ થી સાંજના ૬.૦૦ સુધી સારવાર અપાશે. આ વર્ષે આ તમામ કેન્દ્રોને ઓનલાઈન એપ પર મૂકવામાં આવ્યા છે જેમાંથી કોઈપણ વ્યક્તિ રાજ્યના તમામ કેન્દ્રોની માહિતી સહેલાઈથી મેળવી શકશે.

આ તમામ કેન્દ્રો માટે રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર પર ૮૩૨૦૦ ૦૨૦૦૦ પર “karuna” વૉટસએપ કાર્યરત કરાયું છે. ઉપરાંત https://bit.ly.karunaabhiyan લિંક ઉપર ક્લિક કરીને QR કોડ પણ કાર્યરત છે જેના દ્વારા નાગરિકો પક્ષી નિદાન કેન્દ્રોની વિગતો મેળવી શકશે.

આ વર્ષે યોજાનાર અભિયાન દરમિયાન પશુપાલન વિભાગ હસ્તકના ૩૭૬ સ્થાયી સારવાર કેન્દ્રો, ૩૭ કરૂણા એમ્બ્યુલન્સ તથા ૫૨ જેટલા પશુ મોબાઈલ દવાખાના ખડેપગે તૈનાત રહેશે. અંદાજે ૫૪૬ ડૉકટર્સ અને ૬,૦૦૦થી વધુ સ્વયંસેવકો આ અભિયાનમાં જોડાશે.

Most Popular

To Top