National

કર્ણાટક ક્લોઝ ડાઉન : કર્ણાટકમાં આગામી 14 દિવસ સુધી લોકડાઉન જાહેર, વાહનો પણ નહીં દોડે

કર્ણાટક(KARNATAK)માં કોરોના(CORONA)ના કેસોમાં વધારો થતા આગામી 14 દિવસ માટે લોકડાઉન (14 DAYS LOCK DOWN) જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉન મંગળવારે રાત્રે 9 વાગ્યાથી અમલમાં આવશે. યેદિયુરપ્પા (KARNATAK CM) સરકારે તેને ‘ક્લોઝ ડાઉન’ (CLOSE DOWN) ગણાવ્યું છે. આ સમય દરમિયાન ફક્ત બાંધકામ, ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રને મંજૂરી આપવામાં આવશે. દેશમાં વધી રહેલા કોરોના વાયરસના ચેપને કારણે કર્ણાટક સરકારે આવતી કાલ મંગળવાર સવારે 9 વાગ્યેથી આગામી 14 દિવસ માટે રાજ્યમાં કર્ફ્યુ (CURFEW) લાદવાનો કડક નિર્ણય લીધો છે. 

સીએમ બીએસ યેદિયુરપ્પાએ કોવિડ -19 રોગચાળાને કાબૂમાં લેવા મંગળવારની રાતથી 14 દિવસ રાજ્યમાં ‘ક્લોઝ ડાઉન’ ની ઘોષણા કરી હતી. જેમાં જરૂરી સેવાઓ સવારે 6 થીરાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. રાત્રે 10 વાગ્યા પછી તમામ દુકાનો બંધ રહેશે. સીએમ યેદિયુરપ્પાએ કહ્યું કે કોવિડ કર્ફ્યુ મંગળવારે રાત્રે 9 વાગ્યાથી લાગુ થઈ જશે. ફક્ત બાંધકામ, ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રને મંજૂરી આપવામાં આવશે. મહત્વની વાત છે કે આ લોકડાઉન દરમિયાન તમામ જાહેર વાહનો પણ બંધ રહેશે. 

કોવિડ -19 રસી મફતમાં મળશે

કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું છે કે, કોવિડ કર્ફ્યુ રાજ્યમાં આગામી 14 દિવસ માટે ગઈરાત્રે 9 વાગ્યાથી લાગુ રહેશે. આમાં ફક્ત આવશ્યક સેવાઓને સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી છૂટ આપવામાં આવશે. સવારે 10 વાગ્યાથી તમામ દુકાનો બંધ રહેશે. આ કરફ્યુ આવશ્યક સેવાઓની મંજૂરી આપશે. જેમાં નોંધનીય આ કોરોના કર્ફ્યુમાં ફક્ત બાંધકામ, ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રની જ મંજૂરી છે. ખાસ જાહેર પરિવહન બંધ રહેશે. અને સરકારી હોસ્પિટલોમાં 18 થી 45 વર્ષની વય જૂથના લોકોને કોવિડ -19 રસી મફતમાં મળશે, જેની આરોગ્ય વિભાગ માર્ગદર્શિકા પણ બનાવશે. જેથી જે લોકો લાભ લેવાની રૂપરેખામાં આવતા હોય તેવા મહત્તમ લોકો આ મફત સેવાનો લાભ લઇ શકે અને કોરોના સામેની લડતમાં મોતનો મહત્વનો ભાગ ભજવી શકે.

કોરોના સંકટને કારણે કર્ણાટકમાં હાલની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં દરરોજ 10 હજારથી વધુ સરેરાશ કેસ નોંધવામાં આવી રહ્યા છે. કર્ણાટકમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 2.62 લાખ પર પહોંચી ગઈ છે.સક્રિય કેસના સંદર્ભમાં કર્ણાટક દેશમાં ત્રીજો સૌથી પ્રભાવિત રાજ્ય છે. કર્ણાટકમાં, કોરોનાને કારણે 14 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. કર્ણાટક પહેલા દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોએ પણ 15 દિવસના કડક પ્રતિબંધો લાગુ કર્યા છે. તે જ સમયે, યુપી, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ઓળખાયેલા શહેરોમાં કર્ફ્યુ અથવા વીકએન્ડ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.દેશમાં અનિયંત્રિત કોરોના વાયરસની બીજી લહેર લોકોને પાયમાલ કરી રહી છે.

સતત કોરોના ચેપ અને કોવિડથી મૃત્યુ સાથેના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો પથારી, વેન્ટિલેટર, રેમડેસીવીર અને ઓક્સિજનની અછત ઊભી થઈ છે, જેને દૂર કરવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.55 લાખથી વધુ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે અને 2800 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

Most Popular

To Top