નવી દિલ્હી: બુધવારની રાત્રે મહારાષ્ટ્ર (Maharashtra) અને કર્ણાટકના (Karnataka) હાઈવે (Highway) મરણચીસોથી ગુંજી ઉઠ્યા હતા. બે રાજ્યોમાં ત્રણ અકસ્માત (Accident) થયા હતા, જેમાં 22 લોકોના મોત (Died) થયાના અહેવાલ છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આખી રાત હાઈવે પર બચાવ કામગીરી માટે દોડધામ થતી રહી હતી.
સૌથી ગોઝારી ઘટના કર્ણાટકમાં બની છે. અહીંના ચિક્કબલ્લાપુરમાં ગમખ્વાર અકસ્માત થયો છે. એક ઉભેલા ટેન્કરમાં ધસમસતી આવતી ટાટા સુમો ટકરાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટાટા સુમોમાં બેઠેલાં5 મુસાફરોનો સ્થળ પર જ મોત થયા હતા. નેશનલ હાઈવે 44 પર બનેલ આ ઘટનામાં કુલ 12 કમભાગીના મોત થયા છે. કહેવાય છે કે ધુમ્મસના લીધે ટાટા સુમોના ડ્રાઈવરને ઉભેલું ટેન્કર દેખાયું નહોતું અને સીધી ટક્કર થઈ હતી.
કર્ણાટકના ચિક્કબલ્લાપુરમાં અકસ્માતના કારણે પાંચ લોકોએ જીવ ગુમાવ્યા અને પાંચ ઘાયલ થયા હતાં. સ્થાનિક ટ્રાફિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોની હાલત ગંભીર છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં ઇજાગ્રસ્તોનાં મોત થયાં છે. આ અકસ્માત નેશનલ હાઈવે 44 ઉપર ટ્રાફિક પોલીસ સ્ટેશન પાસે થયો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, તમામ દસ લોકો બાગેપલ્લીથી ચિક્કબલ્લાપુર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.
મહારાસ્ટ્રમાં 2 રોડ અકસ્માત થયા, 10 નાં મોત
આ ઉપરાંત મહારાષ્ટ્રમાં બે અકસ્માત થયા હતા, જેમાં 10ના મોત થયા છે. મહારાષ્ટ્રના બિડ નગર હાઇવે ઉપર બે અકસ્માતો થયા હતાં. જેમાં 10 લોકોના મૃત્યુ થયા હતાં. અને ઘણાં લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. પહેલી ઘટનામાં એમ્બ્યુલન્સ ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા. અને બીજી ઘટનામાં મુંબઈ જતી બસ પલટી ગઈ હતી. જેમાં છ લોકોના મોત થાયા હતાં. અને ઘણા યાત્રીઓ ઘાયલ થયા હતાં. પોલીસે ઘટનાની વધુ તપાસ ધરી છે.
મળતી માહિતી અનુસાર, પહેલી ઘટના બુધવારે રાત્રે 11:30 કલાકની આસપાસ બની હતી. જે આષ્ટિ ધામનગામથી અહમદનગર વચ્ચે બની હતી. બીજી તરફ બિડનગર સ્ટેટ હાઇવે ઉપર દૌલાવડગામ પાસે સવારે 6 કલાકે મુંબઈ જતી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ થયા હતા. અને ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આસપાસ ઉભેલા લોકોએ પોલીસને જાણ કરતાં જામખેડ અને આષ્ટિ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યાં હતાં.