કર્ણાટક: કર્ણાટકમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવ્યો છે. હાલના સોશિયલ મીડિયાના (Social media) જમાનામાં લોકો એક બીજાને ઈમ્પ્રેસ (Impress) કરવા માટે ઘણા સ્ટંટ (Stunt) કરતા હોય છે. જેને કારણે ઘણી દુર્ઘટનાઓ (Accident) પણ બનતી હોય છે અને ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવી દે છે. આવી જ એક ઘટના કર્ણાટકના (Karnataka) ચિક્કાબલ્લાપુર જિલ્લાના આ યુવાન સાથે બની છે. આ વ્યક્તિને મિત્રોને ઈમ્પ્રેસ કરવું ભારે પડ્યું છે. આ વ્યક્તિ મિત્રોને તેના સ્ટંટ દ્વારા ઈમ્પ્રેસ કરવા માટે 30 ફૂટ ઊંચી ડેમની (Dam) દિવાલ પર ચઢતા નીચે પડ્યો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ છે સમગ્ર ઘટના
આ ઘટના કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લાનો છે. જયાં રવિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ એક યુવક શ્રીનિવાસ સાગર ડેમની 30 ફૂટ ઉંચી દિવાલ પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે વખતે યુવકનું સંતુલન બગડી ગયું અને તે જોત જોતામાં જ નીચે પડી ગયો હતો. આટલી ઉંચી ઊંચાઈથી પડવાના કારણે યુવકના મિત્રો અને ત્યાં હાજર લોકો પણ ચોકી ગયા હતા અને આ યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો જેથી તેને હાલમાં ત્યાંના સ્થનિકો દ્વારા બેંગ્લોરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ યુવકની હાલમાં સારવાર ચાલી રહી છે.
સ્ટંટ દ્વારા મિત્રોને ઈમ્પ્રેસ કરવા માંગતો હતો
જયારે આ ઘટના બની હતી ત્યારે ત્યાં 50 થી વધુ લોકો હાજર હતા. આ ઘટના બન્યા બાદ ત્યાં હાજર લોકોએ જ તરત પોલીસને આ અંગેની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ ઘટનાની તાપસ કરી અને તાપસ વખતે પોલીસને જાણવા મળ્યું કે તેના મિત્રોને તેના સ્ટંટથી ઈમ્પ્રેસ કરવા માટે આ યુવક 30 ફૂટ ઊંચી દીવાલ પર ચડ્યો હતો. અંતે સંતુલન બગાડતા તે નીચે ઢીલી પડ્યો અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ અને સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે ડેમ પર આવા કોઈ સ્ટંટની મંજૂરી નથી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
30 ફૂટ ઊંચી દિવાલ પરથી યુવક ગંભીર રીતે ઘાયલ
30 ફૂટની ઊંચાઈએથી પડી જતાં વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારે ત્યાં હાજર લોકો દ્વારા તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને પછી એમ્બ્યુલન્સ આવી અને ઘાયલ વ્યક્તિને બેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તે જ સમયે પોલીસે આરોપી યુવક વિરુદ્ધ કેસ નોંધ્યો છે.