ગાંધીનગર: આગામી તા.17મી એપ્રિલના રોજ પીએમ (PM) નરેન્દ્ર મોદી ગુજરાતના (Gujarat) પ્રવાસે આવવાના હતા. તે પ્રવાસ હવે રદ થયો હોવાની માહિતી મળી રહી છે. ખાસ કરીને પીએમ મોદી વિદેશના એક પ્રતિનિધિમંડળ સાથે બેઠક હોવાથી તેમજ કર્ણાટકના ચૂંટણી કાર્યક્રમને પગલે હવે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ રદ થયો છે.
પીએમ મોદી તા.17મી એપ્રિલ દરમ્યાન સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર – તમિલ સંગમ કાર્યક્રમનો આરંભ કરાવવાના હતા. જોકે હવે એક ફોરેન ડેલિગેશન તથા કર્ણાટકના ચૂંટણી કાર્યક્રમને પગલે આ પ્રવાસ રદ કરાયો હોવાની માહિતી મળી છે.
આગામી 17 થી 26 દરમ્યાન કેન્દ્ર અને રાજય સરકારનાં સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ કરાવવાના હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાંથી સ્થળાંતર કરીને તમિલનાડુ રાજ્યમાં સ્થાયી થયેલા 25 લાખ લોકોને ફરીથી ગુજરાત સાથે સાંસ્કૃતિક રીતે જોડવાનો છે.