મહારાષ્ટ્ર: શિવસેનાના નેતા સંજય રાઉતે કર્ણાટક (Karnatak) ચૂંટણીના (Election) પરિણામો જાહેર થતાં ભાજપ (BJP) પર વાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કર્ણાટકમાં જે થયું એ જ 2024માં પણ થવાનું છે, મોદીની લહેર સમાપ્ત થઈ ગઈ છે અને હવે અમારી લહેર આવવાની છે. રાઉતે કહ્યું કે બજરંગ બલીએ પણ ભાજપનો નહિં કોંગ્રેસને (Congress) સાથ આપ્યો છે. શિવસેનાના રાજ્યસભા સભ્ય સંજય રાઉતે કહ્યું કે, બજરંગબલીની ગદા ભારતીય જનતા પાર્ટીના માથા પર પડી છે. તેઓએ કહ્યું રવિવારે શરદ પવારના ઘરે 2024ની ચૂંટણીઓને લઈને એક બેઠક બોલલાવામાં આવી છે. રાઉતે કહ્યું 2024 લોકસભાની ચૂંટણી માટે અમે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
કર્ણાટકમાં કોંગ્રેસની જીત એ મોદી અને અમિત શાહની હાર છે: સંજય રાઉત
કર્ણાટકમાં કોંગ્રેસની જીત પછી રાઉતે કહ્યું કર્ણાટકનાં લોકો બતાવી દીધું કે તાનાશાહીને પણ હરાવી શકાય છે. કોંગ્રેસની સાથે બજરંગ બલી પણ છે જેનાં કારણે તેને જીત મળી છે. રાઉતે કહ્યું ગૃહમંત્રી કહી રહ્યાં હતા કે જો ભાજપ હારે છે તો દંગા થશે. પણ કર્ણાટરમાં તો શાંતિ છે અને બધાં ખુશ છે. દંગા કયાં છે? માહિતી મળી આવી છે કે સંજય રાઉતે વધુમાં કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસની જીત એ મોદી અને અમિત શાહની હાર છે. કર્ણાટકમાં જે થયું છે તે જ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ થશે. તેમણે કહ્યું કે, કર્ણાટકની ચૂંટણીને પ્રતિષ્ઠાની ચૂંટણી બનાવવામાં આવી હતી પરંતુ જ્યારે તેમને લાગ્યું કે, તેઓ હારી રહ્યા છે ત્યારે તેમના દ્વારા બજરંગબલીને આગળ કરવામાં આવ્યા.
સંજય રાઉતે કહ્યું કે રવિવારે સાંજે લગભગ 4.30 વાગ્યે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે પોતાના ઘરે એક મીટિંગ બોલાવી છે. આ બેઠકમાં શરદ પવાર,ઉદ્ધવ ઠાકરે, નાના પટોલે, અજિત પવાર, બાળાસાહેબ થારોટ અને બીજા અન્ય નેતાઓ આવશે. તેઓ લોકસભાની 2024માં આવનારી ચૂંટણી માટે તૈયારીઓ અંગેની ચર્ચા કરશે.