National

મંડીથી કંગનાની ધાકડ જીત, ભોજપુરી સ્ટાર્સના સિતારા ન ચમક્યા, જાણો સેલેબ્ઝના ચૂંટણી પરિણામ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના (Lok Sabha Election 2024) પરિણામોની (Results) ગણતરી ગઇકાલે 4 જૂને સવારે 8 વાગ્યે સવારે થરૂ થઇ હતી. ત્યારે આ વખતે ઘણા સેલેબ્સ (Celebs) પણ પોતાનું નસીબ અજમાવવા માટે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જેમાં બોલિવૂડથી (Bollywood) લઈને ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સના નામ સામેલ હતા. આ સેલેબ્સમાં કંગના રનૌત, દિનેશ લાલ યાદવ નિરહુઆ, મનોજ તિવારી, પવન સિંહ અને રવિ કિશન સહિત ઘણા સેલેબ્સના નામ સામેલ છે.

કંગના રનૌત (હિમાચલ પ્રદેશ-મંડી)
બોલિવૂડની પંગા ગર્લ એટલે કે કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડીથી ચૂંટણી લડી હતી. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટને દેશની હોટ સીટ માનવામાં આવે છે, જ્યાં ભાજપની કંગના રનૌત અને કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં કંગના રનૌત મંડી લોકસભા સીટ પરથી ચૂંટણી જીતી હતી. હવે બોલિવૂડની ક્વીન કંગના રનૌત રાજનીતિની પણ રાણી બની ગઈ છે. કંગના રનૌતને 537022 વોટ મળ્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને 7,47,55 મતોથી હરાવ્યા હતા.

હેમા માલિની (યુપી-મથુરા)
બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની યુપીના મથુરાથી ત્રીજી વખત ચૂંટણી લડી હતી. અહીં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો. ત્યારે હેમા માલિનીએ જીતની હેટ્રિક લગાવી હતી. હેમા માલિનીને લોકસભા ચૂંટણી 2024માં મથુરામાં 51,0064 મતોથી 2024ની લોકસભા ચૂંટણી જીતી કોંગ્રેસના મુકેશ ધનગરને હરાવ્યા હતા.

શત્રુઘ્ન સિંહા (પશ્ચિમ બંગાળ- આસનસોલ)
પીઢ અભિનેતા શત્રુઘ્ન સિંહા પશ્ચિમ બંગાળના આસનસોલથી ટીએમસીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેઓએ ભાજપના એસએસ અહલુવાલિયા સામે ચૂંટણી લડી હતી. ત્યારે અભિનેતા શત્રુઘ્ન સિંહા આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તેમણે ભાજપના સુરેન્દ્રજીત સિંહ આહલુવાલિયાને 59,564 મતોથી હરાવ્યા હતા.

અરુણ ગોવિલ (યુપી-મેરઠ)
લોકપ્રિય અને હોટ મેરઠ-હાપુડ લોકસભા સીટ પર સખત મુકાબલો થયો હતો. અહીં ટીવીના રામ એટલે કે એક્ટર અરુણ ગોવિલ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી, જેઓ સપાના સુનીતા વર્મા સામે ચૂંટણી લડ્યા હતા. ચાહકોમાં ‘ટીવીના રામ’ તરીકે જાણીતા અરુણ 546469 મતોથી જીત્યા હતા. તેમણે સમાજવાદી પાર્ટીના નેતા સુનીતા વર્માને 10,585 મતોથી હરાવ્યા હતા.

મનોજ તિવારી (દિલ્હી- ઉત્તર-પૂર્વ દિલ્હી)
લોકસભા ચૂંટણી 2024ના ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા ચૂંટણીના પરિણામો ઉપર પણ દેશવાસીઓની નજર ટકેલી હતી. આ બેઠક પરથી કન્હૈયા કુમાર અને મનોજ તિવારી વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. ત્યારે ભાજપના ઉમેદવાર મનોજ તિવારીનો અહીં વિજય થયો હતો. તેમને 824451 મત મળ્યા હતા. મનોજે કોંગ્રેસના કન્હૈયા કુમારને 1,38,778 મતોથી હરાવ્યા હતા.

રવિ કિશન (ઉત્તર પ્રદેશ- ગોરખપુર)
અભિનેતા રવિ કિશન ગોરખપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હતા. અહીં રવિ કિશનનો મુકાબલો ભોજપુરી અભિનેત્રી કાજલ નિષાદ સાથે થયો હતો. ત્યારે ભોજપુરી અને બોલિવૂડ ફિલ્મોના જાણીતા અભિનેતા રવિન્દ્ર શુક્લા ઉર્ફે રવિ કિશનએ પણ મોટી જીત હાંસલ કરી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં તેમને 482308 વોટ મળ્યા હતા. રવિ કિશને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાજલ નિષાદને 10,3526 મતોથી હરાવ્યા હતા.

પવન સિંહ (બિહાર- કરકટ)
અભિનેતા અને ગાયક પવન સિંહ બિહારની કરકટ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. અહીં તેમની સ્પર્ધા એનડીએના ઉપેન્દ્ર કુશવાહા સાથે થઇ હતી. ત્યારે ભોજપુરી ગાયક અને લોકસભા ચૂંટણી 2024ના ઉમેદવાર પવન સિંહ બિહારની કરકટ બેઠક પરથી હારી ગયા હતા. આ બેઠક ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના રાજા રામ સિંહે જીતી હતી.

દિનેશ લાલ યાદવ નિરહુઆ (યુપી- આઝમગઢ)
ભોજપુરી ગાયક અને અભિનેતા દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆએ યુપીના આઝમગઢથી અહીં સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ સામે ચૂંટણી લડી હતી. ત્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં તેઓ આ સીટ જીતી શક્યા ન હતા. સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવએ 5,08,239 મતો મેળવ્યા હતા. તેમણે દિનેશને 1,61,035 મતોથી હરાવ્યા હતા.

Most Popular

To Top