National

કંગના રનૌતને મળી રેપની ધમકી?, સિમરનજીત સિંહના નિવેદનનો જવાબ આપતા અભિનેત્રીની ગર્જના

નવી દિલ્હી: ઉત્તરાખંડના મંડીથી ભારતીય જનતા પાર્ટીની (Bharatiya Janata Party) સાંસદ અને પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ફરી એકવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં આવી છે. કારણ કે કંગનાએ પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે તેણીને રેપની ધમકી મળી રહી છે. આ સાથે જ કંગનાએ પંજાબના પૂર્વ સાંસદ સિમરનજીત સિંહ માનના નિવેદન સામે પણ લાલ આંખ કરી હતી.

અસલમાં પંજાબના પૂર્વ સાંસદ સિમરનજીત સિંહ માનએ અગાઉ કંગનાના ખેડૂત આંદોલન અંગેના નિવેદનનો પલટવાર કર્યો હતો, અને કહ્યું હતું કે ‘કંગનાને રેપનો અનુભવ છે.’ ત્યારે તેમના આ નિવેદન પર વળતો પ્રહાર કરતા અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે, ‘આજે મને રેપની ધમકીઓ મળી રહી છે, પરંતુ તેઓ મને ધમકી આપીને મારો અવાજ દબાવી શકશે નહીં.’

જણાવી દઇયે કે ભારતમાં થોડા સમય પહેલા થયેલા ખેડૂત આંદોલન અંગે કંગનાએ પોતાના ઇન્ટરવ્યુમાં એક નિવેદન આપ્યું હતું કે, “પંજાબમાં ખેડૂતોના આંદોલન દરમિયાન ઉપદ્રવીઓએ હિંસા ફેલાવી હતી. ઘટના સ્થળે શવ લટકતા જોવા મળ્યા હતા અને સ્ત્રીઓના રેપ પણ થયા હતા. ત્યારે જો દેશમાં મજબૂત નેતૃત્વ ન હોત તો ભારતમાં પણ બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાઈ હોત.” જો કે કંગનાના આ નિવેદન અંગે બીજેપીએ પોતાને કિનારે કરી હતી, તેમજ પાર્ટીએ કહ્યું હતું કે આ કંગના રનૌતનો વ્યક્તિગત અભિપ્રાય છે. આ સાથે જ ભાજપે કંગના રનૌતને ઠપકો પણ આપ્યો હતો.

કંગનાના ખેડૂત આંદોનલ ઉપરના આ નિવેદન બાદ પંજાબના પૂર્વ સાંસદ સિમરનજીત સિંહ માનએ રોષ જાહેર કર્યો હતો. તેમજ કંગનાના નિવેદનના જવાબમાં તેમણે અભદ્ર ટિપ્પણી કરી હતી. પંજાબના સંગરુરથી પૂર્વ શિરોમણી અકાલી દળના સાંસદ સિમરનજીત સિંહ માનએ કહ્યું હતું કે, “હું આ કહેવા માંગતો નથી, પરંતુ કંગના રનૌતને રેપનો ઘણો અનુભવ છે. આ બાબતે તેમને જ પૂછી શકાય કે રેપ કેવી રીતે થાય છે? જેથી લોકોને પણ આ બાબતે સમજાવી શકાય.’ પોતાના આ નિવેદન બાદ જ્યારે સિમરનજીતને પૂછવામાં આવ્યું કે, કંગનાને બળાત્કારનો અનુભવ કેવી રીતે હોઇ શકે?, તો સિમરનજીત સિંહ માનએ કહ્યું કે, જો તમે સાઇકલ ચલાવો છો તો તમને સાઇકલ ચલાવવાનો અનુભવ થઈ જાય છે, બસ આ જ રીતે તેમને (કંગના)ને બળાત્કારનો અનુભવ છે.

Most Popular

To Top