Columns

‘કાલાષ્ટમી’ આસવ વદ આઠમ- મંત્ર સિધ્ધ કરી લેવાનો અનુપમ દિવસ

આસવનો વદ પક્ષ એટલે ક્ષણે ક્ષણે અંધકાર વધવાની ક્રિયા શરૂ થાય છે. ચંદ્રમા નાનો નાનો થતો જાય છે. દીવાઓથી રાત સજવા લાગે છે. દિવાળીના સુરીલા સૂર કાનમાં ગુંજે છે અને આવે છે આસવ વદ આઠમ જેને કાલાષ્ટમી કે કરાષ્ટમી પણ કહે છે. આ આઠમ દિપાવલીનો આરંભ કરનારો દિવસ છે. આ આઠમનું બહુ મહત્ત્વ છે. નવરાત્રીમાં કોઇ કારણસર રહી ગયેલા માતાજીના કાર્યો, હોમ, હવન, પૂજન અર્ચન, ચક્ર પૂજા વગેરે વિધિ આ આઠમે લોકો પૂર્ણ કરે છે.

માંત્રિકો, તાંત્રિકો, યાંત્રિકો, પોતાની વિદ્યાને સિધ્ધ કરે છે. જપ, જાપ, ઉપવાસ અને શાસ્ત્રોકત ક્રિયા કર્મથી પોતાના મંત્રને સિધ્ધ કરીને નવજીવન આપે છે. રુદ્ર ભકત, ભૈરવ ભકત, દેવીદાસ, સાબરી વિદ્યાના જ્ઞાની આ આઠમના સદારવથી તંત્રમંત્રયંત્રને પુનર્જીવિત કરીને સબળ અને પ્રબળ શકિત સંપાદન કરે છે. અનેક પરિવારોમાં કુળધર્મ પૂજા, સાતઆસરા દેવી પૂજાનો કુળાચાર હોય છે. રાત્રે દેવીદેવતાઓનું પૂજન કરીને 12 વાગ્યા પછી આરતી નૈવેદ્ય કરીને ભોજન આરોગે છે. આમાં એક કુળના લોકો ભેગા થયેલા હોય છે. આપણી પરોપકારી સંસ્કૃતિએ એવા અનેક પવિત્ર દિવસો આપ્યા છે કે જેનું મહત્ત્વ જાણીને માણસ વિધિવિધાન તત્પર બને તો તે લોકોપયોગી કામ કરી શકે છે. મંત્રોને સિધ્ધ બનાવી સમાજની સમસ્યા દૂર કરી શકે છે.

માણસનું જીવન અર્થ (પૈસો) વિના અર્થહીન બની જાય છે. અનેક સમસ્યાઓથી માણસ બેચેન બને છે. અષ્ટમીના પૂજનથી માણસમાં ધૈર્ય, ધીરજ અને ક્ષમતા વધે છે. થોડા યંત્રમંત્રની સાધના અહીં આપી છે. નિર્ભયતા, ધૈર્ય અને કાર્યક્ષમતામાં વૃધ્ધિ થવા માટે છે. સદૈવ સિધ્ધ મંત્ર છે. ‘નમ: શિવાય શિવાયૈનમ:’ આ દશાક્ષરી મંત્ર શિવ અને શિવાના પંચાક્ષરી મંત્રનો એકરૂપ મંત્ર છે. કોઇ પણ મહિનાની વદ આઠમથી બીજા મહિનાની સુદ આઠમ સુધી રોજ જ સવારસાંજે 111 વખત સુધ્ધ, સાત્ત્વિક, પવિત્ર સ્થિતિમાં મંત્ર બોલવો. સ્નાન કરીને પૂર્વ તરફ મુખ રાખીને શુધ્ધ ઘીનો દીવો પ્રકટાવીને મંત્રોચ્ચાર કરવો. પોતાના હોઠ દબાવા જોઇએ અને મંત્ર પોતાના કાનને સંભળાવો જોઇએ. આ 1 માસ પછી રોજ સવારસાંજ નિયમિત રૂપે મંત્રોચ્ચાર ફકત 11 વખત જ બોલવો. તમારી અતૂટ શ્રધ્ધા, નિષ્ઠા અને વિશ્વાસના બળ પર તમને મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થશે. આ મંત્ર તમારે માટે શિવ કવચરૂપ બનશે. કરાષ્ટમીના દિવસે યંત્ર સિધ્ધ કરી લેવો. ત્યારે 111 વખત મંત્ર બોલવો.

લક્ષ્મીયંત્ર:  આ યંત્ર તાંબાના પતરા પર ઉઠાવી લેવું અથવા ભૂજ પત્ર પર કોઇ પણ સાઇઝમાં અષ્ટગંધથી કે રકિતચંદનના ગંધથી દાડમની કાડી અથવા દાડમની છાલની કલમથી બનાવી સુરક્ષિત રાખવું. મંગળવારે કે આઠમના દિવસે ઘીનો દીવો અને ધૂપસળી સળગાવીને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને વહેલી સવારે 21 વખત ૐ મહાલક્ષૌ નમ: મંત્રોચ્ચાર મોટેથી કરવો. મંત્ર કરતી સમયે પદ્માસન, સિધ્ધાસન રાખવું. ધોતિયું કે પાયજામો પહેરવો, ટટ્ટાર બેસવું. મન એકાગ્ર રાખવું. આંખો બંધ અને દ્રષ્ટિ ભ્રમર મધ્યમાં કરવી. મંત્રોચ્ચાર પછી શ્રીલક્ષ્મી પંચક બોલવું.

નમસ્તેડસ્તુ મહામાયે શ્રી પીઠે સુરપૂજતે, શંખચક્રગદાહસ્તે- મહાલક્ષમી નમોડસ્તુ તે !!1!! નમસ્તે ગરૂડારૂઢે કાલાસુર ભયંકરિ, સર્વપાપ હરે દેવિ મહાલક્ષમી નમોડસ્તુતે !!2!!  સર્વસે સર્વવરદે સર્વર્દુષ્ટ ભયંકરિ, સર્વદુ:ખ હરે દેવિ મહાલક્ષમી નમોડસ્તુતે !!3!! સિધ્ધિ બુધ્ધિપ્રદ દેવિ ભુકિત મુકિત પ્રદાયિનિ, મંત્રમૂર્તે સદાદેવી મહાલક્ષમી નમોડસ્તુતે !!4!! આદ્યન્તરહિને દેવિ, આદ્ય શકિત મહેશ્વરી, યોગજેઓગસંમતે મહાલક્ષમી નમોડસ્તુતે !!5!!

શ્રી મહાલક્ષ્મષ્ટકના આ 5 શ્લોક અવશ્ય બોલવા. આ વિધિ અને સ્તુતિથી શ્રી લક્ષ્મીની વૃધ્ધિ થાય છે અને સુવિચારી આવક વધે છે.
શ્રી લક્ષ્મી અક્ષય પ્રાપ્તિ યંત્ર:  આ યંત્રનું નિર્માણ પણ ઉપરોકત મંત્ર સમાન છે. આ યંત્રમંત્ર સિદ્ધ થવાથી અક્ષય લક્ષ્ પ્રાપ્તિનો લાભ મળે છે. ધંધા- વેપારમાં પ્રગતિ થાય છે. કાલાષ્ટમી કે કરાષ્ટમીનું વ્રત કે ઉપવાસ પણ સાધકને દારિદ્રયમાંથી મુકિત આપે છે.
‘ૐ મહાલક્ષ્મૈનમ:’.

Most Popular

To Top