Dakshin Gujarat

કાકરાપાર ડેમ રંગાયો આઝાદી કા અમૃત મહોત્સવના રંગે: તિરંગાની લાઈટના અદભુત નજારા સર્જાયા

સુરત : છેલ્લા ઘણા સમયથી કાંકરાપાર ડેમની (Kakrapar Dem ) ઓવરફ્લોની (overflow) સ્થિતમાં મુકાઈ ગયો છે. જેથી તંત્ર (system) હવે સતત હાઈએલર્ટ મોડમાં (High alert mode) આવી ગયું છે. ત્યારે ડેમનો એક અદભુત નજારો (Amazing views) સામે આવ્યો છે. તંત્ર દ્વારા ડેમને ત્રિ કલરની (Tri color) લાઇટિંગથી સજ્જ કરી દેવતા તે તિરંગા મય બની ગયો છે. તેનું સ્વરૂપ પણ અતિ અદભુત અને આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. તેની એક ઝલક જોતાની સાથે તરત જ એવો ઉદગાર નીકળ્યા વગર રહેશે જ નહિ કે,કાકરાપાર ડેમ પણ 75માં આઝાદી કા અમૃત મહોત્સવનો (Azadi ka Amrit Mohotsav) રંગે રંગાઈ ગયો છે.

ત્રિરંગી લાઇટિંગથી ડેમના અદભુત નજારા
છેલ્લા ઘણા દિવસોથી ઉપરવાસમાં બારેમેઘ ખાંગા થયા છે. જેથી ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે.ડેમ ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થતાં ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, ત્યારે તાપી નદી પાણી થી લબાલબ થઈ ચુકી છે. નદી તેના બન્ને કાંઠે વહેતી થઈ છે. તેવામાં માંડવી ખાતે આવેલ કાંકરાપાર ડેમ પણ પ્રભાવિત થયો છે. છેલ્લા ઘણા દિવસોથી ઓવરફ્લો થઈ મહત્તમ સપાટીના ઉપરથી પાણી વહી રહ્યું છે. હાલ આખો દેશ જ્યારે આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા કાંકરાપાર ડેમ ખાતે તિરંગાનું લાઇટિંગ કરવામાં આવ્યું છે.ડેમની તસવીરો અને વિડ્યો પણ સોશ્યલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યા છે.

ડેમની નજીક જઇ જીવનું જોખમ લેવું નહિ :કાકરાપાર તંત્ર
હાલ કાકરાપાર ડેમ તેની સપાટી કરતા 3 મીટર ઉપરથી વહેતા ઓવરફ્લો થઈ છે.જેને લઇતે તત્ર પાણીની આવક જાવક બને ઉપર નજર રાખે છે.આવી બીજી તરફ તંત્ર દ્વારા ડેમને તિરંગાની લાઈટથી સજાવવામાં આવતા તે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.ત્યારે લોકો ડેમને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડે તે વાતને નકારી શકાય તેવું નથી .લોકો આ અજાયબીને જોવા અને ફોટા તથા સેલ્ફી પાડવા માટે પણ ઉમટી પડે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી એવામાં તંત્ર સતત લોકોને અપીલ કરી રહી છે કે ડેમની નજીક જઈ જીવનું જોખમ ખેડવું હિતાવહ નથીની પણ સલાહ આપે છે.

Most Popular

To Top