National

નોકરીના બદલામાં જમીન કૌભાંડ: CBIએ નવ સ્થળે દરોડા પાડ્યા

નવી દિલ્હી: સીબીઆઈએ (CBI) મંગળવારે નોકરીના (Job) બદલામાં જમીન કૌભાંડના (Land SCAM) સંદર્ભમાં આરજેડીના સંદેશ ધારાસભ્ય કિરણ દેવી અને રાજ્યસભાના સભ્ય પ્રેમ ચંદ ગુપ્તાના અનેક રાજ્યોમાં નવ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, તપાસકર્તાઓએ બિહારના આરા અને પટણામાં કિરણ દેવી અને તેના પતિ અરુણ સિંહ સાથે જોડાયેલી મિલકતો અને હરિયાણાના ગુરુગ્રામ અને રેવાડીમાં, યુપી અને દિલ્હીમાં નોઇડામાં ગુપ્તાની સંપત્તિઓની તપાસ કરી હતી. અધિકારીઓએ ઉમેર્યું હતું કે, સીબીઆઈ અધિકારીઓએ સવારે પટણાના હાર્ડિંગ રોડ ખાતે ધારાસભ્યના સત્તાવાર નિવાસસ્થાનની તપાસ કરી હતી અને કેટલાક દસ્તાવેજો એકત્ર કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તપાસકર્તાઓએ તેમના મતવિસ્તાર, આરામાં સંદેશમાં તેની સાથે જોડાયેલી મિલકતોની પણ શોધ કરી હતી.
પીટીઆઈએ વારંવાર પ્રયત્નો કરવા છતાં ટિપ્પણી માટે તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

એવો આરોપ છે કે, આરજેડી સુપ્રિમો લાલુ પ્રસાદે 2004-2009ના રેલ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન, સેન્ટ્રલ રેલવેમાં ધોરણો અને ભરતીની પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરીને નિમણૂકો કરી હતી. નિમણૂકો માટે કોઈ જાહેરાત અથવા જાહેર સૂચના જારી કરવામાં આવી ન હતી, પરંતુ પટણાના કેટલાક રહેવાસીઓને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાઝીપુર સ્થિત વિવિધ ઝોનલ રેલવેમાં અવેજી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. દરમિયાન આરજેડીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકારે કર્ણાટકમાં હાર બાદ તરત જ વિપક્ષી નેતાઓ સામે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું છે.

મૃત્યુંજય તિવારીએ કહ્યું હતું કે, ”કર્ણાટકનાં ચૂંટણી પરિણામોથી હચમચી ગયેલી ભાજપની આગેવાની હેઠળની સરકારે ફરી એકવાર ચૂંટણીના મેદાનની બહાર સ્કોર સેટલ કરવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું છે. અમારા નેતાઓ પરની આજની શોધે ફરી એકવાર ભાજપને ખુલ્લું પાડ્યું છે કે તેઓ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ કેવી રીતે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યા છે.” ભાજપના વિપક્ષના નેતા વિજય કુમાર સિન્હાએ કહ્યું હતું કે, ”કેન્દ્રીય તપાસ એજન્સીઓ તેમનું કામ કરી રહી છે અને ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરી રહી છે. તેઓ (આરજેડી) સીબીઆઈની કાર્યવાહીથી આટલા ડરે છે શા માટે?”

Most Popular

To Top