તમિલનાડુ: આમ તો સમગ્ર દેશમાં શિક્ષિત બેરોજગારીનું (Educated unemployment) પ્રમાણ ઊંચુ છે. મોટેભાગના યુવક-યુવતીઓએ યોગ્ય શિક્ષણ (Education) લીઘા પછી પણ બેરોજગારીનો સામનો કરવો પડતો હોય છે. મળતી માહિતી મુજબ એન્જિનિયરિંગ (Engineering) ક્ષેત્રે બેરોજગારીનું પ્રમાણ ઊંચુ જોવા મળે છે. આજરોજ ભારતના (India) તમિલનાડુના શિવગંગા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિવિલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થયેલા કાર્તિક જોબ કરવાને બદલે શૂઝ સીવે છે. આ સાથે સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે લગભગ 10% એન્જિનિયરિંગ લોકોને છોડીને સમગ્ર એન્જિનિયરિંગ ફિલ્ડમાં સંઘર્ષ ચાલી રહ્યો છે.
- યુવક સિવિલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે
- એન્જિનિયરિંગ કર્યા પછી 4-5 હજાર રૂપિયાની નોકરી મળી
- લોકોએ યુવકની સ્ટોરી પણ આપી કમેન્ટ
જયારે આ યુવકને આ કામ કરવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે સિવિલ એન્જિનિયરિંગ કર્યા પછી મને માત્ર 4-5 હજાર રૂપિયાની નોકરી મળી હતી. આટલા ઓછા પગાર ધોરણના કારણે તેના માટે જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું હતું. આ પરિસ્થિમાં તેણે નિર્ણય લીધો કે તે તેના પિતાનો જૂતા-સીવવાનો ધંધોમાં તેઓનો સાથ આપશે તેથી તેણે તે જ કામ શરૂ કર્યું. યુવકે તેણે પોતાની આ કહાની શેર કરી હતી આ સ્ટોરી સાંભળીને લોકો પણ સ્તબઘ થઈ ગયા છે તેમજ તેઓ કોમેન્ટ કરી રહ્યાં છે. જેમાં એક જણે લખ્યું હતું કે ‘આ આપણા દેશની સૌથી મોટી વિડંબના છે કે એક એન્જિનિયરને 4-5 હજાર રૂપિયાની નોકરી મળી રહી છે. આનાથી મોટી કમનસીબી શું હોઈ શકે.’ જયારે અન્ય એકે લખ્યું હતું કે તમિલનાડુની હાલત ખરાબ છે કે સિવિલ એન્જિનિયરને 4 હજાર પગાર મળી રહ્યો છે, આજના સમયમાં માત્ર ગ્રેજ્યુએશન કરવું પૂરતું નથી, માર્ક્સ મેળવવા જરૂરી છે અને કેવા પ્રયત્નો કર્યા હતા. તમારા વાલીપણાનો વ્યવસાય કરવો એ પણ ખોટું નથી.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે લગભગ 10% એન્જિનિયરિંગ લોકોને છોડીને સમગ્ર એન્જિનિયરિંગ ફિલ્ડમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. સિવિલ એન્જિનિયરના કામના જીવનમાં એકમાત્ર સ્થિરતા એ છે કે તેમની પાસે ક્યારેય સામાન્ય દિવસો નથી હોતા. તેઓ દરરોજ જુદા જુદા પડકારોનો સામનો કરે છે.