National

ઝારખંડમાં હાથીએ મચાવ્યો ઉત્પાત: 16 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા

નવી દિલ્હી : આમતો ગજરાજ એક શાનદાર પ્રાણી છે અને જે ખુબ શાંત સ્વભાવને કારણે કોઈની ઉપર જલ્દીથી હુમલો નથી કરતા. પણ જયારે હાથી (Elephant) માતેલો બને છે ત્યારે કોઈની ખેર નથી રહેતી. આવું જ ઝારખંડના રાંચીમાં (Jharkhand Ranchi) બન્યું છે જ્યાં હાથીનો ક્રોધ (Anger Elephant) સાતમા આસમાને પહોંચ્યો છે. જેને કારણે ભયનું વાતાવરણ ફેલાયું છે. હાથીના કારણે ઝારખંડ પ્રદેશના કેટલાય વિસ્તારોમાં હાલ ભયનો માહોલ ફેલાયો હોવાના સમાચારો પ્રકાશમાં આવ્યા છે. એક હાથી યમરાજ બન્યા છે અને લોકોના જીવના પણ દુશમન બની ગયા છે.

પ્રાપ્ત આંકડાઓ મુજબ તેને છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન 16 લોકોના જીવ લઇ લીધા છે. અને હવે એવી સ્થિતિનું નિર્માણ થયું છે લોકો હવે હાથીના ખોફને કારણે ઘરમાંથી બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું છે.હવે આ ઘટનાને લઇને ક્ષેત્રના વહીવટી વિભાગ દ્વારા ઇમરજન્સી (Emergency) લાગુ કરી દીધી છે. હાથીના હુમલાને કારણે અત્યાર સુધી કુલ 16 લોકોના મોત (Death) થયા છે.

પાછલા 12 કલાકમાં 4 લકોને મોતના ઘાટ ઉતાર્યા: ઇમર્જન્સી લાગુ
આ ઘટનામાં તપાસ કરતા અધિકરીએ જણાવ્યું હતું કે મંગળવારે લોહરદાગા જિલ્લામાં એક હાથીએ ઉત્પાત મચાવ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર હાથીએ પાછલા 12 કલાકમાં 4 લકોને મોતને ઘાટ ઉતરી યમલોક પહોંચાડી દીધા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ શામેલ છે. કેહવેઇ રહ્યું છે કે ચારેયમને હાથીએ કચડી નાખી જીવ લઇ લીધો હતો.હાથી દ્વારા કરવામાં આવેલા આ હુમલા બાદ ગ્રામજનોમાં ખુબ જ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.અને ભયને માર્યા તેઓ હવે ઘરમાંથી પણ બહાર નીકળી નથી રહ્યા. વધુમાં લોકોએ કહ્યું હતું કે આ હાથીને જોવા માટે લકોની ભી પણ ઉમટી રહી છે. જો કે ભીડ ને જોઈ હાથી વધુ બેબાકળો બની જાય તેવું તંત્રનું કહેવું છે. જેને કારણે અહીંના તંત્રએ તાત્કાલિક ધારા 144 લાગુ કરવાની ફરજ પડી છે. જેને લઇને હાથીની આસપાસ ભીડ એકત્ર ન થાય અને તંત્ર હાથીએ જલ્દીથી જલ્દી પકડી શકે..

ઝારખંડમાં હાથી અને મનુષ્યો વચ્ચે સંઘર્ષ વધ્યો છે
ઝારખંડના રાચી વિસ્તારમાં બેનેલી આ ઘટના અંગે તપાસ કરી રહેલા ડીએફઓએ જાણકારી આપતા કહ્યું હતું કે,હાલતો મૃતકોના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. અને મૃતકોના પરિવાર જનોને હાલ તાત્કાલિક ધોરણે રૂપિયા 25 -25 હજારનું વળતર પણ આપવામાં આવ્યું છે.ત્યારબાદ સરકાર તરફે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 3 લાખ 75 હજારનું વળતર આપવામાં આવશેની જાહેરાત પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન વર્ષોમાં હાથી અને મનુષ્યોની વચ્ચે સંઘર્ષ વધી રહ્યો હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. વર્ષ 2021-22માં કુલ્લે 133 અને વર્ષ 2020-21 ના 84 લકોના મોત થયા હોવાના આંકડાઓ પણ પ્રકાશમાં આવ્યા છે.

Most Popular

To Top