Entertainment

50 રૂપિયાથી કમાણીની શરૂઆત કરનાર ‘તારક મહેતાના જેઠાલાલ હવે કમાય છે કરોડોમાં..!!

‘તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા'(TARAK MEHTA KA OOLTHA CHASMAH) આ શો છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક પાત્રોએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી છે. આ શોનું જેઠાલાલનું પાત્ર એવું છે જે શોમાં ના હોવાથી ઘણો ફરક પડે છે. આ શોમાં છેલ્લા 12 વર્ષથી આ રોલ નિભાવી રહ્યા છે દિલીપ જોશી.(DILIP JOSHI) જે પહેલા ઘણી ફિલ્મમાં નજરે આવી ચૂક્યા છે. થોડા સમય પહેલા જ 3 હજાર એપિસોડ પૂરા કર્યા હતા. આ શો દર્શકોને પણ બહુ જ પસંદ આવી રહ્યો છે. આ શોમાં દરેક પાત્રોએ વગર કલ્પના પણ કરવી મુશ્કેલ છે.

જેઠાલાલ શોનું મહત્વનું પાત્ર છે, આથી તેમને શોમાં વધારે ફી પણ આપવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ એપિસોડ દીઠ 1.5 લાખ સુધીની રકમ મેળવે છે. જે બાકીના કલાકારો કરતા વધારે છે. જેઠાલાલનીની કુલ સંપત્તિ વિશે વાત કરવામાં આવે તો તેની કિંમત કરોડોમાં છે. જેઠાલાલ એટલે કે, દિલીપ જોશી પાસે 37 કરોડની અચલ સંપતિ છે .

જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તેણે મૈં પ્યાર કિયા ફિલ્મમાં નોકરની ભૂમિકા ભજવી હતી. પરંતુ તે પહેલાં જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતો અને કામની શોધમાં ભટકતો હતો ત્યારે તેને પ્રેક્ષકોમાં ઊભા રહેવાની ભૂમિકા આપવામાં આવી હતી. અને તે માટે ફક્ત 50 રૂપિયા જ મળતા હતા. પરંતુ આજે તે કરોડપતિ બની ગયો છે મહિનામાં લાખોની કમાણી કરે છે.

આ શોમાં જેઠાલાલ એક દુકાનના માલિક છે જેનું નામ છે ગડા ઈલેક્ટ્રોનિક્સ. જેઠલાલ ધંધો કરે છે અને જિંદગીમાં તેની સાથે થતી મુશ્કેલીથી પરેશાન છે. આ સિરિયલમાં જેઠલાલ બાપુજીથી ડરે છે. તો દયા પર બગડે છે. પોતાના સાળા સુંદર અને દુકાન પર કામ કરતાં નટુ કાકા અને બાઘાથી ખૂબ પરેશાન છે. આ રીતે તે બહુ જ પરેશાન છે. જેઠાલાલ દર્શકોને બહુ જ હસાવે છે. જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને પૈસા પણ સારા આપવામાં આવે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top