SURAT

સુરત: ડુમસના દરિયા કિનારેથી જેલીફિશનું રેસ્કયુ, લોકોના ટોળા જોવા ઉમટ્યાં

સુરત: આમ તો સુરતના (Surat) ડુમસ (Dummas) બીચનો હોરર પ્લેસમાં (Horror Place) સમાવેશ થાય છે. ધણીવાર આ બીચ પરથી કંઈક અજુગતું દેખાઈ આવવાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે હવે સુરતમાં (Surat) ડુમસના (Dummas) દરિયા કિનારે જેલીફિશ (Jellyfish) તણાઈ આવતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. એટલું જ નહીં પણ રેર ઓફ ધી રેર જોવા મળતી જેલીફિશે લોકોમાં આકર્ષણ ઉભું કર્યું હતું. દુનિયામાં જેલીફિશને ખાસ એટલા માટે કહેવાય છે કે તે અમર છે. તે ક્યારેય મરતી નથી આ ઉપરાંત તેના અન્ય ગુણ પણ વિશ્વ પ્રખ્યાત છે. ડુમસનાં બીચ પર જેલીફિશ જોવા મળતા સચિનના ફ્રેન્ડસ ઓફ એનિમલ્સની ટીમના સભ્યોને જાણકારી મળી હતી. તેઓએ જેલીફિશનો બચાવ કરી ડુમસ બીચના પાણીમાં છોડી દીધી હતી.

  • દુનિયામાં એકમાત્ર જેલીફિશ જ અમર છે
  • જેલીફિશની 1500 થી વધારે પ્રજાતિ છે
  • જેલીફિશમાં 95 ટકા પાણી હોય છે

પર્યાવરણ સંસ્થાએ કહ્યું કે જેલીફિશ ક્યારેય ન મરે તેવો જીવ છે. જો જેલીફિશને કાપી નાંખવામાં આવે તો તેના બે ભાગમાંથી પણ અન્ય જેલીફિશ જન્મ લે છે. જેલીફિશમાં 95 ટકા પાણી હોય છે. તેના કારણે આ માછલી પારદર્શક હોય છે. હાથમાં સમાઈ જાય તેટડી જેલીફિશ ડુમસના દરિયા કિનારેથી મળતાં તેને પાણીમાં ફરી છોડી મૂકાઈ હતી.

જેલીફિશ એક પ્રકારની માછલી જ છે. દુનિયાભરમાં જેલિફિશની 1500થી વધારે પ્રજાતિ છે. આ માછલી જોવામાં પારદર્શી હોય છે. પરંતુ તે ખતરનાક પણ હોય છે. તેના ડંખથી માણસનું મોત પળભરમાં થઈ જાય છે. જેલીફિશનું અસ્તિત્વ માણસ કરતાં પણ વધારે જૂનું છે. જેલીફિશ ડાયનોસોર સમયથી ધરતી પર છે.

આ ઉપરાંત ઘણીવાર માંડવીના દરિયાકિનારે બ્લૂ બોટલ જેલી ફિશ તરીકે ઓળખાતી આકર્ષિત માછલી ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે. વરસાદના સમયમાં વધારે જોવા મળતી આ જેલી ફિશ પોર્ટુગીઝ મેન ઓફ વોર તરીકે પણ ઓળખાય છે.

Most Popular

To Top