પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (MAMATA BANERJEE) નેતાજી સુભાષચંદ્ર બોઝ (SUBHASH CHANDRA BOSE) ની જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ‘જય શ્રી રામ’ ના નારાથી એટલા ગુસ્સે થયા છે કે તેઓ વિધાનસભામાં તેની વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવા જઇ રહ્યા છે. સૂત્રોચ્ચારને નેતાજી અને મુખ્ય પ્રધાનનું અપમાન ગણાવતાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ સોમવારે કહ્યું હતું કે તે વિધાનસભામાં નિંદાની પ્રસ્તાવ લાવી શકે છે. જો કે, મમતાને સમર્થન આપતા કોંગ્રેસ અને સીપીએમ પક્ષોએ નારા અંગે કહ્યું હતું કે તેઓ નિંદા પ્રસ્તાવને સમર્થન નહીં આપે.
કોંગ્રેસ અને સીપીએમનું સમર્થન નહીં
કોંગ્રેસ અને સીપીએમે બુધવારે કહ્યું હતું કે તેઓ ‘જય શ્રી રામ’ના નારા વિરુદ્ધ ટીએમસી દ્વારા વિધાનસભામાં લાવવામાં આવેલા સેન્સર પ્રસ્તાવને સમર્થન નહીં આપે. બંને પક્ષના નેતાઓએ કહ્યું હતું કે જો આ પ્રસ્તાવ લાવવામાં આવે તો જ્યાં સુધી મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે રાજ્યમાં બંધારણ (CONSTITUTION) અને વિપક્ષનું સન્માન સુનિશ્ચિત કરે નહીં ત્યાં સુધી બંને પક્ષો તેનું સમર્થન નહીં કરે.
મમતા બેનર્જીએ મોદીની હાજરીમાં સમારોહને સંબોધન કરવાનો ઇનકાર કર્યો હતો
નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર આયોજિત કાર્યક્રમમાં ‘જય શ્રી રામ’ ના નારા બાદ 23 જાન્યુઆરીએ તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જીએ મોદી (PM MODI)ની હાજરીમાં સમારોહને સંબોધન કરવાનો ઇનકાર કરી દીધો હતો. મમતા બેનર્જી સરકાર આ નારેબાજી વિરુદ્ધ વિધાનસભામાં દરખાસ્ત રજૂ કરશે. કોંગ્રેસે મમતા બેનર્જીને સમર્થન આપતાં કહ્યું કે આ પ્રકારના નારા લગાવવાનું વલણ મુખ્યમંત્રીનું અપમાન છે, જ્યારે સીપીઆઈએમ તેને રાજ્યનું અપમાન ગણાવે છે.
આજે સત્રનો અંતિમ દિવસ
રાજ્ય વિધાનસભાના બે દિવસીય વિશેષ સત્રની શરૂઆત (STARTING) બુધવારથી થઈ છે. મમતા બેનર્જીની આગેવાનીવાળી સરકારે આ વિશેષ સત્રને કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ ઠરાવ પસાર કરવા અને આંદોલનકારી ખેડુતોના મુદ્દા પર ચર્ચા કરવા આમંત્રણ આપ્યું છે. જો કે ખેડુત આંદોલનમાં હાજી સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે. ટ્રેકટર પરેડ, હિંસાત્મક દેખાવ બાદ પણ ખેડૂત આંદોલન હાજી યથાવત છે ત્યારે કેન્દ્ર સરકાર પણ આ મુદ્દે નિસ્કર્ષ પર પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. આજે સત્રનો અંતિમ દિવસ છે. ટીએમસી દ્વારા ‘જય શ્રી રામ’ ના નારા સામે આજે નિંદા પ્રસ્તાવ લાવી શકાય છે.