મુંબઈ: શાહરૂખ ખાનની ફિલ્મ (Film) ‘જવાન’ની (Jawan) ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં શાહરૂખ ફરી એકવાર મોટા પડદા પર એક્શન કરતો જોવા મળશે. ફિલ્મના બીજા ગીત ‘છલેયા’નો ફર્સ્ટ લૂક શનિવારે સાંજે રિલીઝ કરવામાં આવ્યો હતો. પરંતુ એવું લાગે છે કે કેટલાક દર્શકો તેને જોવા માટે ખૂબ જ ઉતાવળમાં છે.
અહેવાલ છે કે કોઈએ ફિલ્મ ‘જવાન’નો એક સીન સોશિયલ મીડિયા પર લીક કરી દીધો છે. જવાનની લીક થયેલી ક્લિપ કોઈએ શાહરૂખ ખાનની ‘જવાન’ની ક્લિપ ટ્વિટર પર અપલોડ કરી છે, જે બાદ તે વાયરલ થઈ ગઈ છે. સુપરસ્ટારના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે પાઈરેસી અને ક્લિપ અપલોડ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કંપનીએ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ મૂક્યો છે.
મુંબઈ પોલીસે નોંધ્યો કેસ
જાણકારી અનુસાર ‘જવાન’ના શૂટિંગ દરમિયાન પણ ફિલ્મના સેટ પર ફોન અને અન્ય કોઈ રેકોર્ડિંગ ડિવાઇસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આમ છતાં ફિલ્મની ક્લિપ લીક થયા બાદ વાયરલ થઈ છે. આ ક્લિપ 5 ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. પોલીસે આઈપીસીની કલમ 379 (ચોરી) અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની 43(બી) હેઠળ કેસ નોંધ્યો છે. હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
શાહરૂખ એક્શન કરતો જોવા મળશે
શાહરૂખ ખાન ફિલ્મ ‘જવાન’માં એક્શન અવતારમાં જોવા મળવાનો છે. સુપરસ્ટારનું આ રૂપ આ પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. આ ફિલ્મનું ટ્રેલર ગયા મહિને રિલીઝ થયું હતું. આમાં શાહરૂખ અલગ-અલગ રૂપમાં જોવા મળ્યો હતો, જેમાંથી એક બાલ્ડ લુક પણ છે. ‘પઠાણ’ બાદ હવે શાહરૂખ ખાન ‘જવાન’થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે સાઉથ સુપરસ્ટાર નયનતારા અને વિજય સેતુપતિ પણ હશે. તે જ સમયે, સુનીલ ગ્રોવર, દીપિકા પાદુકોણ, પ્રિયમણી અને સાન્યા મલ્હોત્રા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ‘જવાન’નું નિર્દેશન સાઉથના દિગ્દર્શક એટલી દ્વારા કરવામાં આવ્યું છે. તે 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.