Business

રાજનાથની મોંગોલિયા, જાપાનની 5 દિવસીય મુલાકાતમાં વ્યૂહાત્મક સહયોગને પ્રોત્સાહન અપાશે

નવી દિલ્હી : સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સોમવારથી મોંગોલિયા અને જાપાનની (Japan) પાંચ દિવસની મુલાકાતે જશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય વિકસતા પ્રાદેશિક સુરક્ષા મેટ્રિક્સ અને ભૌગોલિક રાજકીય ઊથલપાથલની પૃષ્ઠભૂમિમાં બન્ને દેશો સાથે વ્યૂહાત્મક અને સંરક્ષણ સંબંધોનો વિસ્તાર કરવાનો છે. સિંઘની 5 થી 7 સપ્ટેમ્બર સુધીની મંગોલિયાની મુલાકાત કોઈ ભારતીય સંરક્ષણમંત્રી દ્વારા પૂર્વ એશિયાઈ દેશનો પ્રથમ પ્રવાસ હશે.

જાપાનમાં સિંહ અને વિદેશમંત્રી એસ જયશંકર તેમના જાપાની સમકક્ષો સાથે ‘2+2’ વિદેશી અને સંરક્ષણમંત્રી સ્તરીય સંવાદના રૂપરેખા હેઠળ જોડાશે. એમ આ બાબતથી પરિચિત લોકોએ રવિવારે જણાવ્યું હતું.
મોંગોલિયાથી સંરક્ષણમંત્રી 8થી 9 સપ્ટેમ્બર સુધી બે દિવસીય યાત્રા માટે જાપાન જશે. ‘2+2’ સંવાદ 8 સપ્ટેમ્બરના રોજ થવાનો છે. જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા વાર્ષિક ભારત-જાપાન શિખર સંમેલનમાં માટે ભારતની મુલાકાતે આવ્યાના પાંચ મહિના બાદ આ સંવાદ થઈ રહ્યો છે.

નવી દિલ્હીમાં સમિટમાં કિશિદાએ ભારતમાં આગામી પાંચ વર્ષમાં પાંચ ટ્રિલિયન યેન (રૂ. 3,20,000 કરોડ)ના રોકાણના લક્ષ્યની જાહેરાત કરી હતી. 2+2 સંવાદમાં બંને પક્ષો દ્વારા ઇન્ડો-પેસિફિકના વિકાસની સમીક્ષા કરવા ઉપરાંત સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ વિસ્તૃત કરવાના માર્ગો પર વિચાર-વિમર્શ કરે તેવી અપેક્ષા છે. એમ લોકોએ ઉપર ટાંક્યું હતું.

જાપાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશમંત્રી યોશિમાસા હયાશી અને સંરક્ષણ પ્રધાન યાસુકાઝુ હમાદા કરશે.
જાપાન સાથે ‘2+2’ સંવાદ 2019 માં દ્વિપક્ષીય સુરક્ષા અને સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવા અને બંને દેશો વચ્ચે વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ ઉંડાણ લાવવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. યુક્રેન કટોકટી, ઈન્ડો-પેસિફિકમાં ચીનના આક્રમક વલણ અને તાઇવાન સ્ટ્રેટમાં બેઇજિંગ અને તાઇપેઈ વચ્ચે વધતા તણાવને કારણે મોટા ભાગે ભૌગોલિક-રાજકીય ઊથલપાથલની પૃષ્ઠભૂમિમાં ભારત તેના મુખ્ય ભાગીદારો સાથે વ્યૂહાત્મક સંબંધોને આગળ વધારી રહ્યું છે.

Most Popular

To Top