World

તુર્કી બાદ હવે જાપાનમાં ભૂકંપ, 6.1 રિક્ટર સ્કેલ પર ધરતી ધ્રૂજી

નવી દિલ્હી : જાપાનમાં (Japan) ભૂકંપ આવ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે. જાપાનની ધરતી ભૂકંપ (Earthquake) આવવાના કારણે ધ્રુજી ઉઠી છે. રીકટર સ્કેલ (Richter Scale) ઉપર 6.1ની તીવ્રતા નોંધાઈ હોવાની સૂચના પણ પ્રાપ્ત થઇ છે. જાપાનમાં હોક્કાઈડો (Hokkaido) શનિવારે ભારતીય સમય પ્રમાણે 10 વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો.જોકે ભૂકંપ આવ્યા બાદ સુનામી આવ્યાના કોઈ અણસાર નથી આવ્યા કે ચેતવણી પણ નથી આપવામાં આવી.જયારે શનિવારે જ તુર્કીમાં પણ 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.અને ત્યારબાદ જાપાનમાં પણ આવેલા ધરતીકંપને લઇને હલચલ મચી જવા પામી હતી. ગત એક મહિના દરમ્યાન તુર્કી,સીરિયા અને કઝાકિસ્તાન અને જાપાન સહીતના દેશોમાં ભૂકંપ આવી ચુક્યો છે. આ કોઈ મોટી આફતનો સંકેત આપી રહ્યું છે. જોકે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાની થઇ ન હોવાની પણ સૂચના જાપાનથી આવી રહી છે.

ભૂકંપ આવ્યા બાદ સુનામી આવ્યાના કોઈ અણસાર નથી
અમેરિકી જીઓલોજિકલ સર્વે અને જાપાન મીટીરોલોજીકલ એજન્સીએ જણાવ્યું હતું કે શનિવારે રાત્રે ઉત્તરી જાપાનના હોકાઈડોમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે કુશિરો અને નેમુરોના દરિયાકાંઠાના શહેરોમાં હલચર મચી જવા પામી હતી. જો કે, દરિયાકાંઠાના શહેરોને હચમચાવી દેનારા ઓફશોર ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. મુખ્ય જાપાની મીડિયા આઉટલેટ્સ અનુસાર ભૂકંપથી નુકસાન અથવા ઇજાના કોઈ તાત્કાલિક અહેવાલો નથી પ્રાપ્ત થયા.

જાપાનના જણાવ્યા અનુસાર ભૂકંપ રાત્રે 10 વાગ્યે આવ્યો હતો
USGS અનુસાર જાપાનમાં શનિવારે રાત્રે 10:27 કલાકે લગભગ 43 કિલોમીટરની ઉંડાઈએ ભૂકંપ આવ્યો હતો. આ પછી એક નિષ્ણાતે જાપાનના રહેવાસીઓને લગભગ એક સપ્તાહ સુધી ભૂકંપ સામે સતર્ક રહેવાની ચેતવણી આપી છે. પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત જાપાનમાં ધરતીકંપ સામાન્ય છે. તીવ્ર ધરતીકંપની પ્રવૃત્તિનો એક ચાપ સમગ્ર દક્ષિણપૂર્વ એશિયા અને પ્રશાંત તટપ્રદેશમાં ફેલાયેલો છે. તેથી જ જાપાનમાં મકાનો બાંધવાના નિયમો ઘણા કડક છે. ઇમારતો એવી રીતે બનાવવામાં આવે છે કે તે ભૂકંપનો સામનો કરી શકે અને જાનમાલનું નુકસાન ન કરે. આ ખતરાને જોતા અહીંના મોટાભાગના લોકોના ઘર લાકડાના બનેલા છે, જે ખૂબ જ હળવા છે. ભૂકંપનો સામનો કરવા માટે અહીં નિયમિત કટોકટીની કવાયત યોજવામાં આવે છે. બીજી તરફ તુર્કીમાં આજે ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જણાવી દઈએ કે મધ્ય તુર્કી વિસ્તારમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિમી (6.21 માઈલ)ની ઊંડાઈએ હતું.

તુર્કીમાં 6 ફેબ્રુઆરીથી આવેલ ભૂકંપને લઇને હાલત ખરાબ થઇ હતી
ઉલ્લેખનીય છે કે તુર્કીમાં 6 ફેબ્રુઆરીએ અને તેના પડોશી સીરિયામાં ધરતીકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી. એકાદ-બે દિવસ બાદ પણ ફરી-ફરીને અનેકો વખત ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 41,000ને પણ પાર થઇ ગયો છે. આવી સ્થિતિમાં ફરી એકવાર શનિવારે આંચકાઓ આવતા ચિંતા વધારી દીધી છે.

Most Popular

To Top