જમ્મુ કશ્મીરના (Jammu Kashmir) શ્રીનગરમાં (Shree Nagar) આતંકવાદીઓએ (Terrorists) હુમલો (Attack) કર્યો છે. શ્રીનગરમાં સુરક્ષાદળોની એક બસ પર આ આતંકી હુમલો થયો હોવાનુ માલૂમ પડયું છે. આ હુમલો સોમવારે (Monday) સાંજના સમયે શ્રીનગરમાં આવેલ જેવન વિસ્તારમાં થયો છે જયાં ફાયરિંગનો (Firing) આવાજ સાંભળવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ હુમલામાં 14 જવાનો ઈજાગ્રસ્ત (Injured) થયા છે જ્યારે 3 જવાનો મૃત્યું પામ્યાં (Dead) છે. ઈજાગ્રસ્ત જવાનોને તત્કાલ હોસ્પિટલ (Hospital) પહોંચાડવામાં આવ્યા છે. હુમલો થયાના થોડા જ સમય બાદ પોલીસે આ વિસ્તારમાં ઘેરાબંધી કરી લીધી છે. માહિતી મુજબ સુરક્ષાદળોની બસ પર બેથી ત્રણ આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાનોથી ભરેલી બસ શ્રીનગરના બહારના વિસ્તારમાં આવેલ જેવનમાં સ્થિત પોલીસ ટ્રેનિંગ કોલેજ તરફ જઈ રહી હતી. આ બસમાં જમ્મુ-કાશ્મીર આર્મર્ડ પોલીસની નવમી બટાલિયનના જવાન સફર કરી રહ્યાં હતા. જે વિસ્તારમાં આતંકી હુમલો થયો છે તે વિસ્તારમાં જમ્મુ કશ્મીર પોલીસનું ટ્રેનિંગ સેન્ટર અને સેના તેમજ સીઆરપીએફના ઘણા કેમ્પ છે.
આ પહેલા શ્રીનગરની બહાર આજરોજ સુરક્ષા દળોએ બે અજાણ્યા આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસે જણાવ્યું કે આ બે આતંકવાદીઓનું એન્કાઉન્ટર રંગરેથ વિસ્તારમાં થયું હતું જેમા બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. જોકે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. સૂત્રો દ્રારા એ પણ જાણવા મળ્યું છે કે આજરોજ સવારના સમયે એન્કાઉન્ટરમાં જે આતંકવાદીઓ માર્યા ગયા હતા તેમની મોતનો બદલો લેવા આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે. હુમલાખોરોને પકડવા માટે મોટા પાયા પર સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.
આ અગાઉ પણ ધણીવાર જમ્મુ કશ્મીરમાં હુમલાઓ થતાં રહે છે. આ અગાઉ શુક્રવારના રોજ ઉત્તર કાશ્મીરના બાંદીપુરના ગુલશન ચોકમાં હુમલો થયો હતો જેમાં બે પોલિસકર્મીઓ શહીદ થયાં હતાં. તે સમયે પણ આતંકવાદીઓએ પોલિસની ટુકડીને નિશાનો બનાવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં 1,033 આતંકવાદી હુમલા થયા છે. જેમાંથી 2019માં સૌથી વધુ 594 ઘટનાઓ નોંધાઈ હતી. સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી કે ગયા વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં 244 આતંકવાદી હુમલા થયા હતા, જ્યારે ચાલુ વર્ષમાં 15 નવેમ્બર સુધી આવી 196 ઘટનાઓ નોંધાઈ હતી.