National

રૂબિયા સઈદે યાસીન મલિકને કોર્ટમાં પોતાના અપહરણકર્તા તરીકે ઓળખાવ્યા

જમ્મુ-કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) પૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદે જેકેએલએફના વડા ((JKLF Head)) યાસીન મલિકને પોતાના અપહરણકર્તા (Kidnapper) તરીકે ઓળખાવ્યા છે. રૂબિયા સઈદ 1989ના અપહરણ કેસની સુનાવણીમાં શુક્રવારના રોજ પહેલીવાર કોર્ટમાં હાજર થઈ હતી. રૂબિયાએ કોર્ટમાં જણાવ્યું કે 1989માં યાસીન મલિક અને ત્રણ લોકો સાથે તેનું અપહરણ કર્યું હતું. 1989માં કેન્દ્રીય ગૃહમંત્રીની પુત્રીના અપહરણના સમાચાર સમગ્ર દેશ માટે એક મોટો પડકાર બની ગયો હતો.

સુનાવણીની આગલી તારીખ 23 ઓગસ્ટ નક્કી કરવામાં આવી: અનિલ સેઠી
રૂબિયાના વકીલ અનિલ સેઠીએ માહિતી આપી હતી તેમણે CBI સામે જે નિવેદન આપ્યું તે સામે તેઓ મક્કમ છે. અપહરણના 31 વર્ષ કરતા વધુ સમય પછી મલિક અને અન્ય નવ વિરુદ્ધ કોર્ટે ગયા જાન્યુઆરીમાં આરોપ નક્કી કર્યા છે. વધારામાં રૂબિયાના વકીલ સેઠીએ જણાવ્યું હતું કે સુનાવણીની આગલી તારીખ 23 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. આગામી સુનાવણીમાં રૂબિયા પણ હાજર રહેશે. યાસિન મલિકે ક્રોસ એક્ઝામિનેશન માટે પોતાને પર્સનલી જમ્મુ લાવવાની માંગણી કરી છે.

જાણો શું હતો સમગ્ર મામલો
જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદના અપહરણ કેસના સમાચારે આખા દેશમાં હલચલ મચાવી દીધી હતી. રૂબિયાને મુક્ત કરવા માટે તે સમયે 5 ખતરનાક આતંકવાદીઓને છોડવા પડ્યા હતા. 1990થી આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ આ કેસમાં રૂબિયાને સાક્ષી બનાવી હતી. ગૃહમંત્રીની પુત્રીના અપહરણના સમાચાર સમગ્ર દેશ માટે એક મોટો પડકાર બની ગયો હતો. યાસીન મલિક હાલમાં આતંકવાદીઓને ફંડિંગ કરવાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં 90ના દાયકામાં આતંકવાદ ચરમસીમા પર હતો. તે જ સમયે તત્કાલિન કેન્દ્રીય ગૃહ પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદનું અપહરણ કરવામાં આવ્યું હતું. મુફ્તી મોહમ્મદ સઈદ જમ્મુ-કાશ્મીરના મોટા નેતા હતા થોડા સમય પછી તેઓ મુખ્યમંત્રી પણ બન્યા હતા. પરંતુ 8 ડિસેમ્બર 1989ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રીની પુત્રીના અપહરણના સમાચાર સમગ્ર દેશ માટે એક મોટો પડકાર બની ગયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીની પુત્રીને બચાવવા માટે સરકારે પોતાની સમગ્ર તાકાત લગાવી દીધી હતી. જો કે પછીથી રૂબિયાને મુક્ત કરવા માટે સરકારે 5 ખતરનાક આતંકવાદીઓને છોડવા પડ્યા હતા. આ સમગ્ર ઘટનામાં JKLF નેતા યાસીન મલિક મુખ્ય સૂત્રધાર હતો જે ઘાટીમાં ભાગલાવાદી ફેલાવી રહ્યો હતો.

યાસીન મલિક હાલમાં આતંકવાદીઓને ફંડિંગ કરવાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. આ ઉપરાંત તે જાન્યુઆરી 1990માં શ્રીનગરના રાવલપોરામાં થયેલા આતંકવાદી હુમલા સાથે પણ જોડાયેલો છે. તે સમયે આતંકવાદીઓ દ્વારા એરફોર્સના જવાનો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક મહિલા સહિત 40 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આઈએએફના ચાર જવાનો શહીદ થયા હતા.

Most Popular

To Top