
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આયોજિત રોજગાર મેળાને સંબોધતા વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના આશાસ્પદ યુવાનો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે જમ્મુ-કાશ્મીરમાં 20 અલગ-અલગ જગ્યાએ સરકારમાં કામ કરવા માટે 3,000 યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવી રહ્યા છે. વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનું ગૌરવ છે, આપણે તેને નવી ઊંચાઈએ લઈ જવાનું છે.
’21મી સદી જમ્મુ અને કાશ્મીર માટે મહત્વપૂર્ણ છે’
કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, “21મી સદીનો આ દાયકો જમ્મુ અને કાશ્મીરના ઈતિહાસનો સૌથી મહત્વપૂર્ણ દાયકા છે. હવે જૂના પડકારોને પાછળ છોડીને નવી શક્યતાઓનો પૂરેપૂરો લાભ લેવાનો સમય છે.” તેમણે કહ્યું કે, મને ખુશી છે કે જમ્મુ-કાશ્મીરના યુવાનો તેમના રાજ્યના વિકાસ માટે, જમ્મુ-કાશ્મીરના લોકોના વિકાસ માટે મોટી સંખ્યામાં આગળ આવી રહ્યા છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં જે રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ રહ્યો છે, કનેક્ટિવિટી વધી રહી છે, તેનાથી પર્યટન ક્ષેત્ર પણ મજબૂત બન્યું છે.
‘જમ્મુ અને કાશ્મીર હવે નવી વ્યવસ્થામાં સતત વિકાસ કરી રહ્યું છે’
પીએમ મોદીએ કહ્યું કે આપણે નવી વિચારસરણી સાથે કામ કરવું પડશે. જમ્મુ અને કાશ્મીર હવે નવી વ્યવસ્થાઓમાં સતત વિકાસ કરી રહ્યું છે. 2019 થી રાજ્યમાં 30,000 સરકારી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. જેમાંથી છેલ્લા વર્ષમાં લગભગ 20,000 નોકરીઓ આપવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય વિભાગોમાં પણ 700 થી વધુ નિમણૂંક પત્રો આપવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 21મી સદીનો આ દાયકો જમ્મુ-કાશ્મીરના ઈતિહાસનો સૌથી મહત્વપૂર્ણ દાયકા છે.
‘જમ્મુ અને કશ્મીરના લોકો ભ્રષ્ટાચારને નફરત કરે છે’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, થોડા સમય પહેલા જ્યારે હું જમ્મુ-કાશ્મીરના લોકોને મળતો હતો, ત્યારે તેમની એક પીડા હંમેશા અનુભવાતી હતી. આ પીડા હતી – સિસ્ટમમાં ભ્રષ્ટાચાર અંગેની. જમ્મુ અને કશ્મીરના લોકો ભ્રષ્ટાચારને નફરત કરે છે. જમ્મુ-કાશ્મીરના લોકોએ હંમેશા પારદર્શિતા પર ભાર મૂક્યો છે, પારદર્શિતાની પ્રશંસા કરી છે. વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે આજે સરકારી સેવાઓમાં જોડાતા યુવાનોએ પારદર્શિતાને પોતાની પ્રાથમિકતા બનાવવી પડશે.
