National

જમ્મુ-કાશ્મીરના સન્યાલ વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) સન્યાલ વિસ્તારમાં બુધવારની મોડી રાત્રિએ બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો હતો. જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે વિસ્ફોટ હીરાનગર પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારના સાન્યાલ પાસે થયો હતો. આ ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. ઘટનાની માહિતી મળતા જ હીરાનગરના SSP ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વિસ્ફોટના કારણે ચકચાર મચી ગઈ છે. પોલીસ અને સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે હાજર છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. પ્રાથમિક દૃષ્ટિએ આ આતંકવાદી ષડયંત્ર હોવાનું માનવામાં આવે છે.

આ પહેલા 21 જાન્યુઆરીની સવારે જમ્મુ-કાશ્મીરના નરવાલ વિસ્તારમાં બે બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં 7 લોકો ઘાયલ થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પહેલો બ્લાસ્ટ સવારે લગભગ 11:00 વાગ્યે ટ્રાન્સપોર્ટ નગરના વોર્ડ નંબર 7માં થયો હતો. તેના માત્ર 15 થી 20 મિનિટ પછી, તે જ વિસ્તારમાં બીજો બોમ્બ વિસ્ફોટ થયો. પ્રાથમિક તપાસમાં આ બંને વિસ્ફોટોમાં સ્ટિકી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આતંકવાદીઓએ પહેલો વિસ્ફોટ જોવા આવેલા ભીડ અને સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે બીજો વિસ્ફોટ કર્યો હતો.

Most Popular

To Top