National

જમ્મુ-કાશ્મીરમાં સતત ચોથા દિવસે ચોથો હુમલો, પોલીસે આતંકીઓના સ્કેચ જાહેર કર્યા

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) પાછલા ચાર દિવસથી એટલે કે રવિવારથી આતંકવાદી હુમલાઓ (Terrorist attacks) થઇ રહ્યા છે. જેમાં રિયાસી, કઠુઆ અને ડોડામાં થયેલા આતંકી હુમલા થયા હતા. તેમજ ગઇકાલે બુધવારે ચોથા દિવસે સતત ચોથો હુમલો થયો છે. બાદ જમ્મુ પોલીસે (Jammu Police) ચાર આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ આતંકવાદીઓના સ્કેચ (Sketch) તેમના એક્સ એકાઉન્ટ પર જાહેર કર્યા છે. તેમજ દરેક આતંકવાદી વિશે માહિતી આપનારને 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગતરાત્રે 8:30 કલાકે ડોડાના ગંડોહમાં કોટા ટોપ ખાતે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)નો એક કોન્સ્ટેબલ ફરીદ અહેમદ ઘાયલ થયો હતો. હાલ તેને સારવાર માટે ડોડાની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. હુમલા બાદ રાત્રે 10:56 કલાકે જમ્મુત્રકાશ્મીર પોલીસે ચાર આતંકીઓના સ્કેચ જાહેર કર્યા હતા.

માનવામાં આવે છે કે સ્કેચમાં દર્શાવાયેલા આતંકવાદીઓ ડોડા જિલ્લાના ભદરવાહ, થાથરી અને ગંડોહના ઉપરના વિસ્તારોમાં સક્રિય છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ આતંકવાદીઓ વિશે માહિતી આપનારને 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. અર્થાત કે જો કોઈ ચારેય આતંકીઓ વિશે પોલીસને માહિતી આપશે તો તેમને 20 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. આ સાથે જ માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

છેલ્લા ચાર દિવસમાં ઘણી જગ્યાએ થયા એન્કાઉન્ટર
છેલ્લા ચાર દિવસમાં જમ્મુ ડિવિઝનના અલગ-અલગ વિસ્તારોમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણના મામલા સામે આવ્યા હતા. જેમાં કાશ્મીરના કઠુઆના હીરાનગરમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા. બુધવારે સાંજે જમ્મુના ડોડા જિલ્લાના કોટા ટોપમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં કોન્સ્ટેબલ ફરીદ અહેમદ ઘાયલ થયો હતો.

આ નંબરો પર માહિતી આપો

  • એસએસપી ડોડા – 9469076014
  • એસપી હેડક્વાર્ટર ડોડા- 9797649362
  • એસપી ભદરવાહ – 9419105133
  • એસપી ઓપ્સ ડોડા- 9419137999
  • SDPO ભદરવાહ – 7006069330
  • ડીવાય. એસપી હેડક્વાર્ટર ડોડા- 9419155521
  • SDPO ગંડોહ-9419204751
  • SHO પીએસ ભદરવાહ- 9419163516
  • એસએચઓ પી.એસ.થાથરી 9419132660
  • SHO પીએસ ગંડોહ-9596728472
  • આઈસી પીપી થાનાલા -9906169941
  • પીસીઆર ડોડા – 7298923100, 9469365174, 9103317361
  • પીસીઆર ભદરવાહ- 9103317363

રિયાસી હુમલા બાદ આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે
કહી શકાય કે રિયાસીના હુમલા બાદ આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. અસલમાં રવિવારે, 9 જૂનના રોજ વડાપ્રધાન મોદીના શપથગ્રહણ સમારોહ દરમિયાન જમ્મુના રિયાસીમાં શિવખોડીથી પરત ફરી રહેલી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા હતા જ્યારે 41થી વધુ ઘાયલ થયા હતા. આ હુમલા બાદ આતંકવાદી ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. આ હુમલા બાદ કઠુઆ અને ડોડામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં બે આતંકીઓને ઠાર કરાયા હતા.

Most Popular

To Top