જમ્મુ-કાશ્મીર : જમ્મુ જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ (LOC) પર ત્રણ ઘૂસણખોરો સૈન્ય દ્વારા માર્યા ગયા છે. આ જ ઘર્ષણમાં ચાર લશ્કરી જવાનો પણ ઘાયલ થયા છે. સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું છે કે આતંકવાદીઓની ઘૂસણખોરી (infiltration)ને સરળ બનાવવા માટે પાકિસ્તાની સેનાએ એલઓસીના અખનૂર સેક્ટરના ખોર વિસ્તારમાં મંગળવારની સાંજથી ભારે ગોળીબાર શરૂ કર્યો હતો.
પાકિસ્તાની સેના (PAKISTANI ARMY) દ્વારા કરવામાં આવેલ ગોળીબાર (SUITING)માં સૈન્યના ચાર જવાન ઘાયલ થયા છે. આ સમય દરમિયાન, ભારતીય સેનાની કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, તેમજ ઘૂસણખોરીના પ્રયાસોને પણ નિષ્ફળ બનાવ્યા હતા. સૂત્રો કહે છે કે, હત્યા કરાયેલા આતંકીઓની લાશ એલઓસીની પાકિસ્તાનની બાજુ પર પડી છે અને તેઓને હજી સુધી પાકિસ્તાની સૈનિકો લેવા આવ્યા નથી. 2021 માં એલઓસી પર પાકિસ્તાન દ્વારા આ પહેલું મોટું યુદ્ધવિરામ ભંગ છે.
મળતી માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીર (JAMMU & KASHMIR)માં પ્રજાસત્તાક દિન (INDEPENDENCE DAY)ની ઉજવણીને વિક્ષેપિત કરવા માટે મોટી સંખ્યામાં આતંકીઓ પાકિસ્તાનમાં બનાવેલા લોંચિંગ પેડ (LAUNCHING PAD) પર બેઠા છે. જેની ઘૂસણખોરી માટે પાકિસ્તાની આર્મી અને રેન્જર ફાયરિંગ કરી રહ્યા છે.
સાંબાના સરહદી ગામ સદોહમાં ગ્રામજનોએ શંકાસ્પદ માણસો જોયા
બીજી તરફ, સામ્બાના સરહદી ગામ સદોહ (SADOH)માં ગ્રામજનો દ્વારા મંગળવારે વહેલી સવારે શંકાસ્પદ લોકો જોયા હતા. સાથે જ મંગળવારે સવારે રાજોરી શહેરને અડીને આવેલા કેટલાક ગામોમાં પણ કેટલાક શકમંદો જોવા મળ્યા હતા. જેથી બાતમી મળતાં પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્તપણે સર્ચ ઓપરેશન (SEARCH OPERATION) હાથ ધર્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર સામ્બાના સદોહ ગામનો રહેવાસી રાજેશ શર્માના જણાવ્યા મુજબ, જ્યારે તે સવારે ત્રણ વાગ્યે ઘરની બહાર આવ્યો ત્યારે ત્રણ શંકાસ્પદ લોકો તેના ઘરની નજીક જઇ રહ્યા હતા. તેમની પાસે શસ્ત્રો હતા. તેમણે શાલ પહેરી હતી. પ્રથમ તેણે અંદર જઇને પિતાને કહ્યું. બાદમાં તેણે બીએસએફ (BSF) અને પોલીસ (POLICE)ને જાણ કરી. પોલીસે તે વિસ્તારની તલાશી લીધી હતી. જેમાં તેમને કોઈ સફળતા મળી ન હતી. નોંધપાત્ર વાત એ છે કે ભારત-પાકિસ્તાન સરહદ સદોહ ગામથી લગભગ બે કિલોમીટર દૂર છે. અગાઉ આંતકીઓએ આ જ વિસ્તારમાંથી બેરીકેટ કાપીને ઘૂસણખોરી કરી હતી.