World

લંડનમાં બનશે બ્રિટનનું પ્રથમ જગન્નાથ મંદિર, ભારતીય મૂળના આ વ્યકિતએ કર્યું 250 કરોડનું દાન

નવી દિલ્હી: ભારતીય (Indian) મૂળના એક અબજોપતિએ બ્રિટનમાં (Britain) પ્રથમ જગન્નાથ મંદિરના (Jagannath Temple) નિર્માણ માટે 250 કરોડ રૂપિયાનું દાન (donation) આપ્યું છે. લંડનમાં બ્રિટનનું પ્રથમ જગન્નાથ મંદિર બનવા જઈ રહ્યું છે. ઓડિશાના રહેવાસી વિશ્વનાથ પટનાયકે આ રકમ મંદિરના નિર્માણ પર કામ કરી રહેલી બ્રિટિશ ચેરિટીને આપી છે. મંદિરનો પ્રથમ તબક્કો આવતા વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

જાણકારી મુજબ વિદેશમાં મંદિર માટે આ સૌથી મોટું યોગદાન છે. ઈંગ્લેન્ડમાં ચેરિટી કમિશનમાં નોંધાયેલ શ્રી જગન્નાથ સોસાયટી (એસજેએસ) યુકેએ જણાવ્યું હતું કે રવિવારે અક્ષય તૃતીયા પર યુકેમાં આયોજિત પ્રથમ જગન્નાથ સંમેલન દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. જાણકારી મળી આવી છે કે 250 કરોડ રૂપિયામાંથી 70 કરોડ રૂપિયા લંડનમાં ‘શ્રી જગન્નાથ મંદિર’ માટે લગભગ 15 એકર જમીન ખરીદવા માટે અલગ રાખવામાં આવ્યા છે.

ચેરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ” આ મંદિર બનાવવા માટે યોગ્ય જગ્યા તેમજ જમીનની શોધ કરવામાં આવી રહી છે. મંદિર બનાવવાની પરવાનગી મેળવવા માટે સ્થાનિક સરકારી કાઉન્સિલને પૂર્વ આયોજનની અરજી સબમિટ કરવામાં આવી છે.” મંદિરના પ્રમુખ ડો. સહદેવ સ્વેને કહ્યું હતું કે આ મંદિર યુરોપમાં જગન્નાથ સંસ્કૃતિનું પ્રતીક અને વિશ્વભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને આકર્ષતું તીર્થસ્થળ બનશે.

જાણો કોણ છે વિશ્વનાથ પટનાયક
જેણે વિદેશમાં પણ ભારતીયોનું સપનું પૂર્ણ કર્યું તેવાં વિશ્વનાથ પટનાયકની વાત કરીએ તો તેઓ પટનાયક ફિનેસ્ટ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને સ્થાપક છે, જે રિન્યુએબલ, ઇલેક્ટ્રિક વાહનો (EVs), હાઇડ્રોજન લોકોમોટિવ્સ વગેરેમાં રોકાણ કરે છે. બેંકરમાંથી વેપારી બનેલાએ વિશ્વનાથ પટનાયકે અર્થશાસ્ત્રમાં MBA, LLB અને BA કર્યું છે. ઘણા વર્ષો સુધી બેંકિંગ ક્ષેત્રમાં કામ કર્યા પછી, પટનાયકે 2009 માં ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું. પટનાયકે તાજેતરમાં ઓડિશામાં EV-હાઈડ્રોજન ટ્રક અને કોમર્શિયલ હેવી વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં રૂ. 500 કરોડનું રોકાણ કરવાની યોજના શેર કરી છે. પટનાયકનું રોકાણ આરોગ્યસંભાળ, ફિનટેક, રિન્યુએબલ એનર્જીથી લઈને દુબઈમાં ગોલ્ડ રિફાઈનરી અને બુલિયન ટ્રેડિંગ સુધીના વિવિધ પોર્ટફોલિયોમાં ફેલાયેલું છે.

Most Popular

To Top