જમ્મુ-કાશ્મીર (J & K)ના અનંતનાગ (Anantnag) જિલ્લાના કવારીગામ વિસ્તારમાં સુરક્ષાદળો (Indian army) સાથેના એન્કાઉન્ટરમાં બે આતંકવાદી (Terrorist)ઓ માર્યા ગયા છે. પોલીસ (Police) અને સીઆરપીએફ (CRPF)ના જવાનોને નિશાન બનાવીને આતંકીઓએ હુમલો કર્યો હતો, ત્યારબાદ સુરક્ષા દળોએ શનિવારે જવાબી કાર્યવાહીમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
હકીકતમાં, હાલ સરહદ (Border) પર સતત તણાવ ચાલી રહ્યો છે, અને એરફોર્સ સ્ટેશન ડ્રોન હુમલા (Drone attack) બાદ ભારતીય સેનાએ પણ સુરક્ષા વધારી દીધી છે, સાથે જ સેનાએ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. દરમિયાન સુરક્ષા દળોને ઇનપુટ મળ્યું હતું કે એક ગામમાં આતંકવાદીઓ જોવા મળ્યા છે. જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના જવાનોએ ગામ પર ધામા નાખ્યા ત્યારે આતંકીઓએ તેમને નિશાન બનાવીને અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. બપોરે શરૂ થયેલા આ એન્કાઉન્ટરમાં ભારતીય સૈનિકો દ્વારા આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આતંકીઓ દ્વારા સતત ફાયરિંગની વચ્ચે સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. અને આતંકીઓ એવી રીતે છુપાઈ રહ્યા હતા, જે સૈનિકોને સીધા દેખાતા પણ ન હતા. સતત ફાયરિંગ કર્યા બાદ સુરક્ષાદળોએ આતંકવાદીઓને શોધી કાઢ્યા અને તેમને ઠાર માર્યા હતા. હાલની ઘટનાઓ જોતા સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારોમાં આતંકવાદીઓની શોધ પણ તેજ કરી દીધી છે.
સતત આતંકવાદીઓની ઓળખમાં રોકાયેલ સુરક્ષા દળ
સુરક્ષા દળની ટીમ ઘટનાના નજીકના વિસ્તારોમાં પહોંચી ગઈ છે અને આતંકીઓની શોધ ચાલુ કરી છે. તમામ જવાન સતત સર્ચ ઓપરેશનમાં રોકાયેલા છે. હત્યા કરાયેલા આતંકીઓની ઓળખ હજી જાહેર થઈ નથી. જમ્મુ કાશ્મીર પોલીસ આતંકવાદીઓને ઓળખવામાં વ્યસ્ત છે. પોલીસની સાથે ગુપ્તચર વિભાગ પણ હત્યા કરાયેલા આતંકીઓની વિગતોની તપાસ કરી રહ્યું છે.
સુરક્ષા દળોએ આ વિસ્તારમાં કરી હતી નાકાબંધી
સુરક્ષા દળોએ આતંકીઓની શોધખોળ માટે આસપાસના વિસ્તારોને અવરોધિત કર્યા હતા, જેથી મુલાકાતીઓ પર નજર રાખી શકાય. આ સાથે, એન્કાઉન્ટર સ્થળ પરનો વિસ્તાર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે. લોકોને આવતા-જતા અટકાવવામાં આવ્યા છે, જેથી વિસ્તારમાં અશાંતિ ન સર્જાય.
કુલગામમાં પણ સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોનું ઓપરેશન ક્લિન ચાલી રહ્યું છે. ખીણમાંથી આતંકવાદીઓને સતત ખતમ કરવામાં આવી રહ્યા છે. આ પહેલા શુક્રવારે કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં 24 કલાકમાં ત્રણ વખત સામસામે થયા હતા. સુરક્ષા દળો હજી પણ ત્યાં સર્ચ ઓપરેશનમાં રોકાયેલા છે. ગુરુવારે પુલવામા અને કુલમાગમાં 2-2 આતંકવાદીઓ માર્યા ગયા હતા.