નવી દિલ્હી: ઇઝરાયેલ(Izrael) માટે શનિવારની સવાર ભયજનક(Scary) બની હતી. ફિલિસ્તીન(Faleistin)ના આતંકી(Terror) સંગઠનના લીડર હમાસએ ઇઝરાયેલ ઉપર ફક્ત 20 મિનિટમાં 5 હજાર રોકેટ(Rocket) છોડી દીધા હતા. આ બનાવમાં 24 કલાકમાં આ આંકડો સતત વધી રહ્યો છે. હમણાં સુધી ઈજરાયેલ(Israel)માં 300 થી વધુ લોકોના મૃત્યુ(Death) થઇ ચૂક્યા છે જ્યારે ગાઝા(Gaza)માં 250 લોકોથી વધુના મૃત્યુ(Death) થયા છે. 3500થી વધુ લોકો ઘાયલ(Injured) થયા છે. તમને જણાવી દઈએ કે હમાસએ દાવો કર્યો હતો કે તેણે ઇઝરાયેલના સૈનિકોને પણ બંદી બનાવ્યા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈઝરાયેલમાં ચાલી રહેલા હમાસના હુમલાને જોતા ટાટા ગ્રુપની એરલાઈન કંપની એર ઈન્ડિયાએ દિલ્હી અને તેલ અવીવ વચ્ચેની પોતાની ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે.
હમાસના દુત દૈફે આ હુમલાની જવાબદારી લીધી છે અને ઓપરેશનને ‘અલ અક્સા સ્ટોર્મ’ નામ આપ્યું છે. મોહમ્મદ દૈફે કહ્યું, ‘અમે પહેલાથી જ દુશ્મનને ચેતવણી આપી દીધી છે. ઇઝરાયેલીઓએ અમારા સેંકડો લોકોને માર્યા છે. જેથી હવે અમે ઓપરેશન અલ અક્સા ફ્લડની શરૂઆતની જાહેરાત કરીએ છીએ. અમે જાહેરાત કરીએ છીએ કે અમારા પ્રથમ હુમલામાં દુશ્મનના ક્ષેત્રો જેવાકે એરપોર્ટ, સૈન્યના ઠેકાણાઓ ઉપર પાંચ હજારથી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે.’ ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને પણ હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ દ્વારા કહ્યું, “ઈઝરાયેલના યહૂદી તહેવારના દિવસે ઈઝરાયેલ બેવડા હુમલામાં ફસાઈ ગયું છે. હમાસના ઉગ્રવાદીઓ આતંકવાદીઓ દ્વારા અને રોકેટ દ્વારા બંને હુમલાઓ કરી રહ્યા છે.”
ઈઝરાયેલમાં થયા હુમલા
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના જણાવ્યા અનુસાર ઈરાનના ઘણા શહેરોમાં ઈઝરાયેલ પર હુમલાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે દક્ષિણ ઇઝરાયેલના બાર્ઝિલાઇ મેડિકલ સેન્ટરને હમાસના રોકેટ ફાયર દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. હુમલા પછી થોડા કલાકોમાં, મેડિકલ સેન્ટરના ડિરેક્ટર ડૉ. ચેઝી લેવી અને તેમના સ્ટાફ દ્વારા દર્દીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
‘એર ઈન્ડિયા’ નો મોટો નિર્ણય
ઈઝરાયેલમાં ચાલી રહેલા હમાસના હુમલાને જોતા ટાટા ગ્રુપની એરલાઈન કંપની એર ઈન્ડિયાએ દિલ્હી અને તેલ અવીવ વચ્ચેની પોતાની ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. આ હુમલામાં ઓછામાં ઓછા 300 થી વધુ ઇઝરાયલી લોકોએ જીવ ગુમાવ્યા છે.અને 2500થી વધુ લોકો ઘાયલ થયા છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારા યાત્રીઓ અને એર ઇન્ડિયાના કર્મચારીઓના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને 7 ઓક્ટોબરના રોજ દિલ્હીથી તેલ અવીવની AI139 અને તેલ અવીવથી દિલ્હીની રિટર્ન ફ્લાઈટ AI140 રદ કરવામાં આવી છે. મુસાફરોને તેમની અનુકૂળતા મુજબ જરૂરિયાતની તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.