SURAT

વીર નર્મદ યુનિવર્સીટીના 3 લાખ ઉમેદવારોની પરીક્ષા ઓનલાઇન યોજવા નિર્ણય લેવાયો

સુરત: વીર નર્મદ યુનિ. (VNSGU) ખાતે મળેલી એકડેમિક કાઉનિ્સલ અને સિન્ડીકેટ (SYNDICATE)ની બેઠકમાં આખરે યુજી (UG) અને પીજી (PG)ના 3 લાખ ઉમેદવારો (CANDIDATES)ની પરીક્ષા (EXAM) ઓનલાઇન (ONLINE) યોજવા નિર્ણય લેવાયો છે.

સુરત શહેર સહિત જિલ્લામાં કોરોનાના કહેરને કારણે સમગ્ર વ્યવસ્થાતંત્રની કાર્યરિતીમાં બદલાવ આવ્યા છે. કોરાનાને પગલે હવે ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT)નો વ્યાપ વધ્યો છે. વીર નર્મદ યુનિ.એ પણ હવે કોરોનાને પગલે પરંપરાગત પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કર્યો છે. વધુ વિગતો આપતા સિન્ડીકેટ સદસ્ય ડો.કશ્યપ ખરચીયાએ કહ્યું હતું કે, યુનિ.એ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની બાકી રહેલી તમામ પરીક્ષાઓ ઓનલાઇન લેવા નિર્ણય કર્યો છે.

પરીક્ષા આપવા માટે કોઇપણ ઉમેદવાર પોતાના મોબાઇલ કે લેપટોપ મારફત કે નજીકની કોલેજની કોમ્પ્યુટર લેબનો ઉપયોગ કરી શકશે. એક કલાકની પરીક્ષા રહેશે અને એમસીકયુ પ્રકારના સવાલો પુછાશે. અગાઉ તેમણે હોમિયોપેથી ફેકલ્ટીની ગયા વરસે ઓનલાઇન એકઝામ્સ લેવડાવી હતી. આ જ પદ્ધતિ હવે બાકી રહેલી તમામે તમામ પરીક્ષાઓમાં પણ લાગુ પડાશે. યુનિ. આ માટે આગામી દિવસોમાં વધુ માર્ગદર્શિકા બહાર પાડશે.

50 માર્કસના MCU પુછાશે

યુનિ.એ ઓનલાઇન એકઝામ્સ માટે એમસીકયુ પ્રકારના પચાસ સવાલો પુછશે. તે માટે એક કલાકનો સમય અપાશે. તે ઉપરાંત વિષય હેડ મુજબ માર્કસ ગણવા માટે પ્રોરેટા પધ્ધતિથી માર્કસને કન્વર્ટ કરાશે. તે ઉપરાંત જે તે સિલેબસમાં યુનિટ ભારાંક 1.5 ગણા વધારે સવાલો પુછાશે. તમામ સવાલોના યુનિટ મુજબ રેન્ડમ ઓર્ડરમાં સવાલો પુછાશે. આ ઉપરાંત જે અભ્યાસક્રમમાં યુનિટદીઠ ભારાંક નથી ત્યાં તમામ યુનિટોને સરખા ભારાંક ગણી દોઠ ગણા પ્રશ્નો વધારે પુછાશે.

ભગવાન મહાવીર કોલેજના દોઢ દાયકાથી ચાલતા અંતિમ વર્ષના ક્રમિક જોડાણો મંજૂર

વીર નર્મદ યુનિ.થી હવે ભગવાન મહાવીર કોલેજના સિલેબસ ક્રમશ: છુટા પડશે. કેમ કે ભગવાન મહાવીર સંસ્થાએ ગયા વરસે પ્રાઇવેટ યુનિ.નો દરજજો મેળવ્યા બાદ હવે ધીરે ધીરે તેમના નર્મદ યુનિ. સાથેના જૂના જોડાણો દૂર થશે. આજે સિન્ડીકેટ સભાએ ભગવાન મહાવીર કોલેજના કેટલાંક કોર્ષના ક્રમિક જોડાણ દૂર કરવા માટે મંજૂર કર્યાં છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top