Business

ઓનલાઈન ગેમ એપમાં 58,000 કરોડ જીતનારાઓને ITની નોટીસ

નવી દિલ્હી: ભારત(India)માં ક્રિકેટ(Cricket) સહિતની રમતો પર ફેન્ટસી-ગેમીંગ(Fantasy-gaming) અને વધતા જતા ઓનલાઈન ગેમીંગ એપ(Online Gaming App) પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષ(Central Board of Direct Taxes) દ્વારા વોચ રાખવામાં આવી રહી છે. જેમાં એક ભારતીય ગેમીંગ કંપની પર રમતા લોકોએ છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 5,000 કરોડ જીત્યા હોવાનું શોધી કાઢી છે. જેથી હવે તેઓ પાસેથી રૂ.20,000 કરોડના આવકવેરો વસુલવા માટે તૈયારી કરી છે.

વિજેતા પાસે પેનલ્ટી વસુલાશે
સીબીડીટીના ચેરમેન નીતિશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગેમ એપ કે અન્ય રીતે ઓનલાઈન ગેમ પર નાણા જીતનાર પર 30 ટકાનો ટેક્ષ ઉપરાંત પેનલ્ટી પેટે રૂા. 20,000 કરોડ વસુલાશે. તેઓએ જણાવ્યું હતું કે અમેએ વિજેતામાંથી ઓળખ મેળવી છે અને તેઓને સામેથી તેમના ટેક્ષ રિટર્ન અપડેટ કરવા અથવા રીટર્ન ફાઈલ કરવા જણાવ્યુ છે અને જો તમે સ્વૈચ્છીક રીતે તેમ નહી કરે તો પછી અમે એકશનમાં આવશું. જો કે તેઓએ આ ગેમ કંપનીનું નામ જાહેર કરવાનો ઈન્કાર કર્યો હતો. તેઓએ જણાવ્યું કે ઓનલાઈન કે એપ મારફત જે ઓનલાઈન ગેમ રમાય છે તેના તમામ ડેટા અમારી પાસે આવવાનો પ્રારંભ થઈ ગયો છે. જે વિજેતાએ જે રકમ જીતી છે તેમાંથી અનેકે જંગી જીત મેળવી છે પણ હાલ અમો તમામને આવકવેરા રીટર્ન ફાઈલ કરવા જણાવી રહ્યા છીએ.

3 વર્ષમાં 18,000 કરોડ જીત્યા
2019-20થી 2021-22ના ત્રણ વર્ષમાં એક જ ગેમ કંપની મારફત રૂ,18,000 કરોડની ઈનામી ૨કમ અપાઈ છે. ઓનલાઈન ગેમ, લોટરી કે ક્રોસવર્ડ પઝલ ઘોડાદોડ કાર્ડની રમત કે કોઈપણ પ્રકારની ફેન્ટસી ગેમમાં જીતનાર પાસેથી TDS વસુલી અને હવે ઓનલાઈન ગેમમાં પણ જંગી હારજીત થાય છે પણ તેઓ તેમાં હવે ‘વોચ’ શરૂ થઈછે. આ પ્રકારે ઈનામ જીતનારને તેની રકમ પર સીધો 30% વેરો ભરવાનો છે. હાર-જીતની રકમનો સરવાળો બાદબાકી થતી નથી. દરેક રકમ જે જીતે તે લોટરી છે અને તેમાં કોઈ ખર્ચ થયો હોય તો પણ બાદ મળતો નથી. ઉપરાંત તેમાં આવકની કોઈ છૂટછાટ કે કાંઈ મુક્તિ નથી. ઈનામ એ જ આવક અને તેના પર 30% ટેક્ષ એક જ સિદ્ધાંત છે. હવે આગામી મહિને મળનાર જીએસટી કાઉન્સીલની બેઠકમાં કેસીનો-ઓનલાઈન ગેમ પર 28% જીએસટી વસુલવાના પ્રસ્તાવ પર નિર્ણય લેવાશે.

Most Popular

To Top